For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ દરેક સમુદાયના લોકોને કર્યા એક, અમેરિકન્સ પણ આફરિન

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક: સૌથી પહેલા તો એક ગુજરાતી તરીકે ચોક્કસ ગર્વ થાય કે ન્યૂયોર્કના ઐતિહાસિક મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં જે માત્ર સ્ટાર્સ, કલાકાર, પોપ સ્ટાર્સ માટે જ ઊભરાતું હતું તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઊભરાયું. એટલું જ નહીં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 18000 ભારતીય મૂળના લોકોથી ખીચોચીચ ભરાયું હતું, આ ઉપરાંત ટાઇમ્સ સ્ક્વેર પણ પ્રવાસી ભારતીયોથી ઊભરાઇ ગયું હતું, આ માત્રને માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે. સામાન્ય રીતે મોદીને સાંભળા માટે હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડે છે એ સામાન્ય બાબત છે પરંતુ આવી જ સ્થિતિ જ્યારે બીજા દેશમાં જોવા મળે તો એક ભારતીય તરીકે ચોક્કસ આપણે ગર્વાન્વિત થઇ ઊઠીએ.

મોદી સાંભળવા માટે માત્ર ભારતીયો જ નહીં પરંતુ 3 ડઝનથી વધારે અમેરિકન લૉમેકર, સેનેટર તથા કોંગ્રેસીઓએ પણ હાજરી આપી હતી, અને દુભાષીયા દ્વારા મોદીનું આખુ ભાષણ પણ સાંભળ્યું હતું. નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળવા માટે ન્યૂ યોર્કના ગર્વનર, સેનેટર્સ અને અમેરિકાના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત કુલ 2600 વીઆઇપીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દક્ષિણ કેરોલિનાના ગર્વનર નિક્કી હેલી, ત્રણ સેનેટર રોબર્ટ મેનેન્ડેઝ, જોઇ ડોન્નેલી અને કોરી બૂકરે હાજરી આપી હતી. સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીના દંડક સ્ટેની હોયેર તથા હાઉસ ઇન્ડિયા કોકસ અને એલિયટ એન્જેલના સ્થાપક ફ્રેન્ક પોલેન સહિત હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના 42 સભ્યો, યુએસ કોંગ્રેસના પ્રથમ ગુજરાતી સભ્ય અમી બેરા અને અમેરિકન કોંગ્રેસના પ્રથમ હિન્દુ સભ્ય તુલસી ગેબ્બાર્ડને હાજરી આપી હતી.

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો દૂર-દુરથી આવ્યા હતા. અને તેમાં ભારતીયો સહીત, હિન્દુ, મુસ્લીમ, શીખ, અમેરિકન ગ્રુપ વગેરેએ હાજરી આપી હતી.

એનઆરઆઈ વિદેશી બાબતોના પ્રમુખ દીલિપ ચૌહાણે જણાવ્યું કે 'નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિદેશમાં વસતા ભારતીયોને પોતાની સાથે સાંકળ્યા છે. જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો દૂર-દુરથી આવ્યા હતા. વિદેશમાં વસતા તમામ ભારતીયોના બદલામાં હું કહેવા માંગીશ કે નરેન્દ્ર મોદીએ અત્રે એનઆરઆઇ માટે જે કંઇપણ જાહેરાત કરી તેનાથી અમે ઘણા ખુશ છીએ.'

દાવુદી બોહરા કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન તરફથી અહમદ શકીરે જણાવ્યું કે 'આપણા વડાપ્રધાને પોતાના ભાષણ દ્વારા અમેરિકામાં વસતા ભારતીય લોકોમાં એક નવી આશા અને ઊર્જાનું સંચાર કર્યું છે, સાથે સાથે અમેરિકન સમુદાયમાં પણ એવી જ ભાવના જગાવી છે.'

હેમંત પટેલે જણાવ્યુ કે 'આ કાર્યક્રમમાં હાજરી આપીને હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. આવું પ્રેરણાદાયક ભાષણ આપવા બદલ આપનો આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી.'

જીતેન્દ્ર પારેખ જણાવે છે કે 'આ કાર્યક્રમમાં આવીને હું ખૂબ જ પ્રસંન્ન થયો છું, મને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર ભારતમાં ઘણા બદલાવ લાવશે, રોકાણ ઊભું કરશે, અને આખી દુનિયાના લોકોને ભારત જોવા માટે આકર્ષિત કરશે.'

મોદીનો અમેરિકામાં દબદબો, હિન્દુ-મુસ્લીમને લાવ્યા સાથે જુઓ તસવીરો...
તસવીરો: દિલિપ ચૌહાણ

NRI વિદેશી બાબતોના પ્રમુખ દીલિપ ચૌહાણે જણાવ્યું કે

NRI વિદેશી બાબતોના પ્રમુખ દીલિપ ચૌહાણે જણાવ્યું કે

'નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિદેશમાં વસતા ભારતીયોને પોતાની સાથે સાંકળ્યા છે. જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવી પહોંચ્યા હતા.

એનઆરઆઈ વિદેશી બાબતોના પ્રમુખ દીલિપ ચૌહાણે જણાવ્યું કે

એનઆરઆઈ વિદેશી બાબતોના પ્રમુખ દીલિપ ચૌહાણે જણાવ્યું કે

'નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો દૂર-દુરથી આવ્યા હતા. વિદેશમાં વસતા તમામ ભારતીયોના બદલામાં હું કહેવા માંગીશ કે નરેન્દ્ર મોદીએ અત્રે એનઆરઆઇ માટે જે કંઇપણ જાહેરાત કરી તેનાથી અમે ઘણા ખુશ છીએ.'

અહમદ શકીર

અહમદ શકીર

દાવુદી બોહરા કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન તરફથી અહમદ શકીરે જણાવ્યું કે 'આપણા વડાપ્રધાને પોતાના ભાષણ દ્વારા અમેરિકામાં વસતા ભારતીય લોકોમાં એક નવી આશા અને ઊર્જાનું સંચાર કર્યું છે, સાથે સાથે અમેરિકન સમુદાયમાં પણ એવી જ ભાવના જગાવી છે.'

હેમંત પટેલ

હેમંત પટેલ

હેમંત પટેલે જણાવ્યુ કે 'આ કાર્યક્રમમાં હાજરી આપીને હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. આવું પ્રેરણાદાયક ભાષણ આપવા બદલ આપનો આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી.'

જીતેન્દ્ર પારેખ

જીતેન્દ્ર પારેખ

જીતેન્દ્ર પારેખ જણાવે છે કે 'આ કાર્યક્રમમાં આવીને હું ખૂબ જ પ્રસંન્ન થયો છું, મને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર ભારતમાં ઘણા બદલાવ લાવશે, રોકાણ ઊભું કરશે, અને આખી દુનિયાના લોકોને ભારત જોવા માટે આકર્ષિત કરશે.'

અમેરિકામાં પણ દેખાઇ 'મોદી લહેર'

અમેરિકામાં પણ દેખાઇ 'મોદી લહેર'

સૌથી પહેલા તો એક ગુજરાતી તરીકે ચોક્કસ ગર્વ થાય કે ન્યૂયોર્કના ઐતિહાસિક મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં જે માત્ર સ્ટાર્સ, કલાકાર, પોપ સ્ટાર્સ માટે જ ઊભરાતું હતું તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઊભરાયું. એટલું જ નહીં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 18000 ભારતીય મૂળના લોકોથી ખીચોચીચ ભરાયું હતું

ટાઇમ્સ સ્ક્વેર પણ પ્રવાસી ભારતીયોથી ઊભરાયું

ટાઇમ્સ સ્ક્વેર પણ પ્રવાસી ભારતીયોથી ઊભરાયું

આ ઉપરાંત ટાઇમ્સ સ્ક્વેર પણ પ્રવાસી ભારતીયોથી ઊભરાઇ ગયું હતું, આ માત્રને માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે. સામાન્ય રીતે મોદીને સાંભળા માટે હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડે છે એ સામાન્ય બાબત છે પરંતુ આવી જ સ્થિતિ જ્યારે બીજા દેશમાં જોવા મળે તો એક ભારતીય તરીકે ચોક્કસ આપણે ગર્વાન્વિત થઇ ઊઠીએ.

મોદીએ હિન્દુ, મુસ્લીમ, શીખ અને ખ્રીસ્તીઓને કર્યા એક

મોદીએ હિન્દુ, મુસ્લીમ, શીખ અને ખ્રીસ્તીઓને કર્યા એક

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો દૂર-દુરથી આવ્યા હતા. અને તેમાં ભારતીયો સહીત, હિન્દુ, મુસ્લીમ, શીખ, અમેરિકન ગ્રુપ વગેરેએ હાજરી આપી હતી.

2600 વીઆઇપી હાજર રહ્યા

2600 વીઆઇપી હાજર રહ્યા

નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળવા માટે ન્યૂ યોર્કના ગર્વનર, સેનેટર્સ અને અમેરિકાના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત કુલ 2600 વીઆઇપીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
તસવીરો: દિલિપ ચૌહાણ

English summary
PM Narendra Modi brings together Hindu, Muslim, Sikh and Christian community in New york.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X