For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવિતા કેસ: HIQA કરાવશે નવેસરથી તપાસ

|
Google Oneindia Gujarati News

savita halappnavar
આયર્લેન્ડ, 1 ડિસેમ્બર: આયર્લેન્ડમાં મૂળ ભારતીય ડેન્ટીસ્ટ સવિતા હલપ્પનાવરના મૃત્યુની તપાસમાં જો એ વાત સાબિત થાય છે કે આવી જ સ્થિતિમાં અન્ય મહિલાઓને પણ ગંભીર ખતરો થઇ શકે છે, તો સ્વાસ્થ્ય સૂચના પ્રાધિકરણ દેશના હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ સારસંભાળ માટે તપાસ કરી શકે છે.

સ્વાસ્થ્ય સૂચના અને ગુણવત્તા પ્રાધિકરણે શુક્રવારે સવિતાના મોતના મામલાની ફરીથી તપાસની શરૂઆત કરી છે, અને કહ્યું છે કે જો આ તપાસમાં જો એ બાબત સામે આવે કે ભવિષ્યમાં આવી સ્થિતિથી અન્ય મહિલાઓના જીવ જોખમમાં મૂકાય તેવું જણાય તો તે નવેસરથી તપાસના આદેશ જારી કરી શકે છે.

31 વર્ષીય સવિતાની ગયા 28 ઓક્ટોબરના રોજ ગૈલવે યુનિવર્સિટી હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગઇ હતી. તે 17 અઠવાડીયાની ગર્ભવતી હતી. તેના ગર્ભમાં ઇન્ફેક્શન લાગી જવાથી તેનું મોત થયું હતું.

સવિતાના પતિ પ્રવિણે જણાવ્યું કે તેમણે ઘણી વખત ગર્ભપાત કરવાનું જણાવ્યું પરંતુ ડોક્ટરોએ આયરીસ કાનૂનનો હવાલો આપી તેવું કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે પ્રવિણે જણાવ્યુ કે તે આ તપાસનો ભાગ નહી બને અને તે આની સાર્વજનિક તપાસ માટે યૂરોપીય માનવાધિકાર કોર્ટનો દરવાજો ખખડાવશે.

English summary
Ireland’s health information authority may pursue a further probe into the care of pregnant women in Irish hospitals if the inquiry into the death of Indian dentist Savita Halappanavar finds that there may be “serious risks” to other women in similar situations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X