For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાદિષ્ટ આંધ્રા સ્ટાઇલ ઈંડા કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આંધ્રા સ્ટાઇલનું જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કહેવામાં આવે છે કે આ સ્ટાઇલમાં બનેલું ભોજન ખૂબ જ તીખું અને મસાલેદાર હોય છે. જો તમને ખૂબ વધુ સ્પાઇસી અને તીખુ જમવાનું પસંદ છે તો તમને આંધ્રા સ્ટાઇલમાં બનાવેલી ઈંડા કરી જરૂર પસંદ આવશે. તેનો સ્વાદ પોતાનામાં જ ખૂબ સ્વાદિષ્ટ છે. આ ઈંડા કરીને તેલુગૂમાં આપણે કોડી ગુડ્ડૂના નામથી ઓળખીએ છીએ. આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડથી તૈયાર થઇ જનાર છે. જે લોકો એકલા રહે છે તેમના માટે એક સારો ઓપ્શન છે. તો જો તમને ઈંડા કરી ભાવે છે તો આંધ્રા સ્ટાઇલમાં બનાવેલી ઈંડા કરી બનાવવાનું ભૂલતા નહી.

kodi-guddu-pulusu

કેટલા- 3
તૈયારીમાં સમય- 5 મિનિટ
રાંધવામાં સમય- 20 મિનિટ

2-egg-curry

સામગ્રી
બાફેલા ઈંડા- 3
ડુંગળી- 1
લસણ- 5-6

3-egg-curry

લીલાં મરચાં- 3-4
ટામેટા- 2
હળદર- 2 ચમચી
લાલ મરચું- 2 ચમચી
ધાણાંનો પાવડર- 1
આંબલીનો રસ- 1/2 કપ

4-egg-curry

ગોળ- 1 ચમચી
મીઠું- સ્વાદનુસાર
રાઇ- 1 ચમચી
જીરૂ- 1 ચમચી
મીઠી લીમડીના પત્તાં- 2
તેલ- 2 ચમચી
લીલાં ધાણાં- 2 ચમચી

5-egg-curry

રીત-
1. એક તવામાં તેલ ગરમ કરો, તેમાં રાઇ અને મીઠી લીમડીના પત્તાં નાંખો.
2. પછી તેમાં સમારેલું લસણ અને સમારેલી ડુંગળી નાંખીને 5 મિનિટ શેકો.

6-egg-curry

3. હવે તેમાં લીલાં મરચાં, હળદર, લાલ મરચું અને ધાણાનો પાવડર નાખી 2 મિનિટ સુધી શેકાવા દો.
4. હવે સમારેલા ટામેટા અને આંબલીનો રસ નાંખીને 5 મિનિટ સુધી ચઢવા દો.
5. 5 મિનિટ બાદ તેમાં ગોળ અને મીઠું નાખીને મિક્સ કરો. જ્યારે ગ્રેવી ગાઢ થઇ જાય ત્યારે તેમાં બાફેલા ઈંડા મિક્સ કરો.

7-egg-curry

6. એકવાર થઇ ગયા બાદ ગેસ બંધ કરી દો અને ઉપરથી લીલાં ધાણાના પત્તાં નાખો.
7. તમારી આંધ્રા સ્ટાઇલ ઈંડા કરી તૈયાર છે, તેમાં ગરમા ગરમ ભાતની સાથે સર્વ કરો.

English summary
This recipe is quick and simple. It is a perfect option for those who are working or stay alone. The main ingredient in this recipe is the tamarind pulp which gives this egg curry recipe the tangy kick. Apart from that the spices make this recipe a complete hit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X