For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સામે જીત બાદ અભદ્ર ઇશારા કરતા 2 પાકિસ્તાની હોકી પ્લેયર્સ સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વર, 14 ડિસેમ્બર : ભારતના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી (CT - સીટી) હોકી સ્પર્ધામાં ગઈ કાલે ભારત સામેની સેમી ફાઈનલ મેચ જીતી લીધા બાદ અતિ ઉત્સાહમાં આવીને દર્શકો તરફ અભદ્ર ઈશારા કરવા બદલ પાકિસ્તાનના બે ખેલાડીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને ભારતે નોંધાવેલા વિરોધની નોંધ લઇને લીધેતા તત્કાળ પગલાને કારણે પાકિસ્તાનના મુહમ્મદ તૌસીક અને અલી અમજદને એક મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સસ્પેન્શનને પગલે આ બંને ખેલાડી આજે સાંજે 7.30 વાગ્યાથી ભુવનેશ્વર ખાતે પાકિસ્તાન અને જર્મની વચ્ચે રમાનારી ફાઈનલ મેચમાં રમી નહીં શકે.

14-1418561220-pakistani-hockey-players-making-obscene-gestures-after-beating-india-1

ભારતનું સ્ટેન્ડ શું હતું?
પાકિસ્તાનના ખેલાડીઓએ ગઈ કાલે કરેલા અભદ્ર અને અસભ્ય વર્તનને કારણે હોકી ઈન્ડિયાએ પાકિસ્તાન સાથેના સંબંધો તોડી નાખવાનું નક્કી કર્યું છે. જેના પગલે આવતા વર્ષે માર્ચમાં રમાનારી બંને ટીમ વચ્ચે નિર્ધારિત હોકી સિરીઝનું ભાવિ અધ્ધર થઈ ગયું છે. હોકી ઈન્ડિયાના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન હોકી ફેડરેશન બિનશરતી માફી નહીં માગે ત્યાં સુધી પાકિસ્તાન સાથે ભારત કોઈ હોકી સિરીઝ નહીં રમે.

શું બન્યું હતું?
ભુવનેશ્વરમાં 13 ડિસેમ્બર શનિવારનીની સેમી ફાઈનલ મેચમાં ભારતને 4-3થી પરાજય આપ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ અતિ ઉત્સાહમાં આવીને શર્ટ કાઢીને મેદાનમાં નાચ્યા હતા અને અભદ્ર, અસભ્ય વર્તન પણ કર્યું હતું. એક ખેલાડીએ દર્શકો અને મિડિયા તરફ વચલી આંગળી બતાવીને જીતના જશ્નને અશોભનીય બનાવી દીધો હતો. ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ ગંદી ભાષા બોલતા સંભળાયા હતા અને દર્શકો તરફ અશ્લિલ ચેનચાળા કરવા લાગ્યા હતા.

ભારતે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનમાં શું ફરિયાદ કરી હતી?
હોકી ઈન્ડિયાએ આ અંગે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
બીજી બાજુ પોતાની ટીમના ખેલાડીઓના શરમજનક વર્તન બદલ પાકિસ્તાની કોચ શેહનાઝ શેખે FIHમાં માફી માગી લીધી હતી. પોતાના ખેલાડીઓ મેચ બાદ તરત જ મેદાન પર બેફામ બની જતા કોચ શેખને દોડતા આવવું પડ્યું હતું અને ખેલાડીઓને પાછા લઈ ગયા હતા.

English summary
2 Pakistani players suspended from CT final for making obscene gestures after win over India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X