For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં ભારતમાં થશે ટી-20 વિશ્વકપ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 29 જાન્યુઆરી: ભારતમાં આવતા વર્ષે યોજાનાર ટી-20 વિશ્વકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ ગુરુવારે તારીખની જાહેરાત કરી દીધી છે. આનું આયોજન 11 માર્ચથી 3 એપ્રિલની વચ્ચે થશે. આ ઉપરાંત ભારતને 2023માં આઇસીસી 50 ઓવર વિશ્વકપની યજમાની પણ મળી છે. આ વર્ષે 50 ઓવર વિશ્વકપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કરી રહ્યા છે જ્યારે 2019માં તેની યજમાનીની જવાબદારી ઇંગ્લેન્ડને આપવામાં આવી છે.

bcci
ટી-20 વિશ્વ કપ-2016 માટે ક્વૉલિફાઇંગ ટૂર્નામેંટનું આયોજન આ વર્ષે 6થી 26 જુલાઇની વચ્ચે આયર્લેન્ડ અને સ્કૉટલેંડમાં થશે. આવતા જ વર્ષે જ બાંગ્લાદેશને આઇસીસી અંડર-19 વિશ્વ કપની યજમાની સોંપાઇ છે અને તેની સાથે જ 22 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરીની વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

આઇસીસીએ ગુરુવારે આયોજિત બોર્ડની બેઠકમાં 2019 વિશ્વ કપ (50 ઓવર) અને આઇસીસી ચેમ્પિયંસ ટ્રોફી-2017ની તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. વિશ્વકપનું આયોજન 30 મેથી 15 જુલાઇની વચ્ચે થશે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 1થી 19 જુલાઇની વચ્ચે ઇંગ્લેન્ડમાં આયોજિત કરવામાં આવશે.

2017 મહિલા વિશ્વ કપ (50 ઓવર)નું આયોજન ઇંગ્લેન્ડમાં 4થી 27 ઓગષ્ટની વચ્ચે થશે, જ્યારે મહિલા ટી-20 વિશ્વકપનું આયોજન 2019માં 2થી 25 નવેમ્બર સુધી થશે.

English summary
The 2016 World Twenty20 will be played in India from March 11 to April 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X