For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સતત 26 કલાક કરી બેટિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 17 જુલાઇ: બ્રિટેનના એલ્બી શેલે વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ધ ઓવલ ક્રિકેટ મેદાન પર 26 કલાક સુધી બેટીંગ કરી હતી. દક્ષિણી ઇગ્લેંડના આક્સફોર્ડશરના રહેવાસી 22 વર્ષીય શેલે સોમવરે સવારે ઇંડોર નેટ્સ પર 6.45 મિનિટ (ગ્રીનવિચ માનક સમય અનુસાર સવારે 5.45 મિનિટ) પર બેટીંગ શરૂ કરી હતી અને મંગળવારે સવારે 8.45 મિનિટ સુધી રમતા રહ્યાં હતા.

શેલે રવાંડા ક્રિકેટ સ્ટેડિયમ ફાઉન્ડેશનની મદદથી આ પ્રયત્ન કર્યો હતો. આ ચેરિટી ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય આફ્રિકી દેશ રવાંડામાં પ્રથમ સંપૂર્ણ સુવિધાજનક ક્રિકેટ મેદાન બનાવવું છે.

bat-ball

આ પહેલાં લાંબા સમય સુધી બેટીંગ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલાઇ બેસ્ટમેન જેડ ચાઇલ્ડના નામે હતો તેમને ઓક્ટોમ્બરમાં 25 કલાક સુધી બેટીંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ન્યૂકાસલ વિશ્વવિદ્યાલયમાંથી તાજેતરમાં સ્નાતકની પરીક્ષા કરનાર શેલને હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની રાહ છે તે દસ્તાવેજોના કામ બાદ નવા રેકોર્ડની પુષ્ટિ કરશે.

શેલે પોતાના પ્રયત્ન દરમિયાન 200 બોલરોનો સામનો કર્યો હતો જેમાં વડાપ્રધાન કેમરનનો સમાવેશ થાય છે જેમને આ બેસ્ટમેનને કેટલીક ઓવરો ફેંકી હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના નિયમો અનુસાર શેલ પ્રત્યેક કલાક બાદ પાંચ મિનિટનો બ્રેક લઇ શકે છે.

English summary
A British graduate collapsed in a heap on Tuesday at The Oval cricket ground in London after batting for 26 hours in a bid to break the world record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X