For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું હજી પણ ઘણા ખેલાડીઓ કરતા શ્રેષ્ઠ છું: આફ્રીદી

|
Google Oneindia Gujarati News

sahid afridi
ઇસ્લામાબાદ, 1 મે: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્કોટલેન્ડ, આયર્લેન્ડ પ્રવાસની સાથે-સાથે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચૂંટવામાં આવેલી ટીમમાં આફ્રિદી ઉપરાંત બેટ્સમેન ઉમર અકમલ અને બોલર સોહેલ તનવીરને સામેલ નથી કર્યો. જેના પગલે આફ્રિદીએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમને કપ્તાનના ઇશારે ટીમમાંથી બાકાત રખાયો છે.

સમાચાર પત્ર 'ડેલી જંગ'એ આફ્રિદીના હવાલાથી લખ્યું કે 'મને ટીમમાંથી હટાવવાનો નિર્ણય કપ્તાન મિસ્બાહ ઉલ હકનો છે. એ અલગ વાત છે કે કપ્તાન કોઇ ખેલાડીને ટીમમાં નથી રાખવા માંગતા પરંતુ ક્રિકેટમાં ટીમની અંદર આવવું અને બહાર જવું ચાલતું રહે છે. એવું થતું રહે છે અને હું ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરીશ.'

આફ્રીદીએ કહ્યું કે તે પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યો છે અને તે ટૂંક સમયમાં ટીમમાં વાપસી કરશે. વકૌલ આફ્રીદીએ જણાવ્યું કે 'મારા માટે ફિટનેસ અને ફોર્મ મહત્વ ધરાવે છે. તેની પર મારું ધ્યાન છે અને સાથે સાથે ટીમમાં પોતાના સ્થાન પર પણ છે. હું એ સાબિત કરીશ કે હું ટીમ માટે બોઝો નહી પરતુ જરૂરિયાત છું. ફિલહાલ વાપસી માટે મારો પરિશ્રમ જારી રહેશે.'

English summary
Shahid Afridi blames Misbah-ul-Haq for exclusion from Pakistan team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X