For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIના વાર્ષિક કરારમાંથી યુવરાજ અને ગંભીરની બાદબાકી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ડિસેમ્બર: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી બે ટેસ્ટ મેચમાં અનફિટ રહેનારા ભુવનેશ્વર કુમારને ક્રિસમસ પહેલા બીસીસીઆઇ તરફથી ભેંટ આપવામાં આવી છે. બીસીસીઆઇએ નવી સીઝન માટે ખેલાડીઓના કરારની જે સૂચિ બનાવી છે જેમાં ઉત્તર પ્રદેશના ભુવનેશ્વર કુમારને પહેલી વાર ગ્રેડ એ કરાર આપવામાં આવ્યો છે.

પરંતુ ટીમ ઇન્ડિયાના બે અનુભવી ખેલાડી ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહને પહેલીવાર કરારબદ્ધ નથી કરાયા. નોંધનીય છે કે આ બંને ખેલાડીઓને વર્લ્ડ કપ માટે સંભવિત 30 ખેલાડીઓમાં સ્થાન ન્હોતું મળ્યું. આ ઉપરાંત ગઇ સીઝનની જેમ એક વાર ફરી હરભજન સિંહ, વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાન જેવા સીનિયર ખેલાડીઓને પણ કોઇ પણ ગ્રેડનો કરાર કરવામાં આવ્યો નથી.

yuvraj
ગ્રેડ એમાં કપ્તાન ધોની સહિત, વિરાટ કોહલી, આર અશ્વિન અને સુરેશ રૈનાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રેડ બીમાં મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા, શિખર ધવન, રોહિત શર્મા, ઉમેશ યાદવ, અંજિક્ય રહાણે, મોહમ્મદ શમી અને અંબાતી રાયડૂને સ્થાન મળ્યું છે.

આ ઉપરાંત પહેલી વાર સ્ટુઅર્ટ બિન્ની, પંકજ સિંહ, પરવેજ રસૂલ, અક્ષર પટેલ, કર્ણ શર્મા, સંજૂ સૈમસન, કુલદીપ યાદવ અને કે એલ રાહુલને ગ્રેડ સીનો કરાર મળ્યો છે.

English summary
The Board of Control for Cricket in India (BCCI) has left out Yuvraj Singh and Gautam Gambhir from the 2014-15 contract list, which was announced today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X