For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિસબેનમાં મુરલીએ ફટકારી કારકિર્દીની 5મી સદી

|
Google Oneindia Gujarati News

બ્રિસબેન, 17 ડીસેમ્બર: ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગાબાની પિચ પર રમાઇ રહી છે. બીજી ટેસ્ટ મેચના પહેલો દિવસ ભારત માટે સારો રહ્યો. ભારતના કપ્તાન ધોનીએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ તેમની સેનાએ જોરદાર પ્રદર્શન કર્યું.

પહેલા દિવસ મેચના હીરો રહેલા મુરલી વિજય, જેમણે શાનદાર ગાબાની પિચ પર સદી ફટકારી. મુરલી વિજય (144)એ પોતાની ટેસ્ટ કેરિયરની પાંચમી સદી ફટકારી, મુરલીએ આવતા જ એવા સંકેત આવી દીધા હતા કે તેઓ આજે સંયમથી રમશે.

murali
મુરલીએ કારકિર્દીની 5મી સદી ફટકારી
મુરલી વિજયએ પોતાની સદીની સાથે બ્રિસબેનમાં ભારત તરફથી સૌથી મોટી પારી ખેલવાના સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી લીધી. એડિલેડ ટેસ્ટની બીજી પારીમાં 99 રનો પર આઉટ થનારા વિજયે આખરે આ શ્રેણીમાં પોતાની પહેલી સદી પૂરી કરી. વિજયે 332 મિનિટ સુધી વિકેટ પર રહેતા 213 બોલનો સામનો કર્યો અને 22 ચોગ્ગા ફટકાર્યા.

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ જ મુરલીએ પ્રથમ ટેસ્ટ રમી હતી
જોકે નેથન લોયનના એક સરળ બોલ પર છગ્ગો લગાવવાના પ્રયાસમાં વિજય વિકેટથી બહાર નીકળ્યા અને આઉટ થઇ ગયા. બ્રૈડ હેડિને સ્ટમ્પીંગ કરવામાં કોઇ ભૂલ કરી નહીં. આપને જણાવી દઇએ કે તમિલનાડુના મુરલી વિજયે પોતાના કરિયરની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વર્ષ 2008માં નાગપુરમાં ખેલી હતી.

ઓસ્ટ્રેલિયાની જ વિરુદ્ધ મુરલીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
મુરલી વિજયની ક્રિકેટના વખાણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન એલએમ બોર્ડરે પણ કર્યા હતા, બોર્ડરે જણાવ્યું હતું કે મુરલી ખૂબ જ ડિફેંસિવ રમત રમે છે. મુરલી વિજયે પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર ઓસ્ટ્રેલિયાના જ વિરુદ્ધ વર્ષ 2013માં હૈદરાબાદમાં બનાવ્યો હતો, જ્યાં તેમણે શાનદાર 167 રનોની પારી ખેલી હતી.

English summary
Murali Vijay scored 144 and shared a century stand with Ajinkya Rahane as Indias batsmen dictated terms to an Australian attack that fell short of expectations Wednesday on the opening day of the second test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X