For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશાખાપટ્ટનમ ટેસ્ટ: ભારતની શાનદાર જીત સાથે 5 મહત્વના રેકોર્ડ

ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇંડિયાએ ઇંગ્લેંડને 246 રનથી હરાવી દીધુ, આ જીત સાથે ભારત 1-0 થી આગળ છે. આ બીજી ટેસ્ટમાં બન્યા 5 મહત્વના રેકોર્ડ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ઇંગ્લેંડની સામે ટીમ ઇંડિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને બીજી ટેસ્ટ મેચ 246 રનથી જીતી લીધી છે. આ જીતનો હીરો કેપ્ટન વિરાટ કોહલી બન્યો. કોહલીએ પહેલા દાવમાં સદી ફટકારી એટલુ જ નહિ પરંતુ બીજા દાવમાં પણ શાનદાર 81 રન કર્યા.

આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ અને બીજા દાવમાં ઇંગ્લેંડનો આખો દાવ માત્ર 158 રનમાં સમેટી લીધો. બીજા દાવમાં 7 માંથી ત્રણ બેટ્સમેન તો શૂન્ય રન પર જ આઉટ થઇ ગયા.

સૌથી મોટી જીત

સૌથી મોટી જીત

રનોની દ્રષ્ટિએ જોઇએ તો ઇંગ્લેંડ સામે ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. આ મેચમાં ભારતે ઇંગ્લેંડને 246 રનથી હરાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

કોહલીનો સ્કોર રહ્યો ખાસ

કોહલીનો સ્કોર રહ્યો ખાસ

આ મેચમાં કોહલીએ પહેલા દાવમાં 167 રન અને બીજા દાવમાં 81 રન બનાવ્યા. બંને મળીને 248 એટલે કે ભારતની જીત પણ લગભગ આટલા જ રનની છે. એટલે કે કોહલીના કુલ રન બરાબર જ લગભગ ભારતની જીત (246) રનની રહી.

સૌથી વધુ વિકેટ લીધી અશ્વિને

સૌથી વધુ વિકેટ લીધી અશ્વિને

આ વર્ષે આર અશ્વિન 9 મેચોમાં 55 વિકેટ લઇને સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 6 વાર 5 વિકેટ લીધી જ્યારે 2 વાર 10 વિકેટ લીધી છે.

કુકની સૌથી ધીમી અર્ધ સદી

કુકની સૌથી ધીમી અર્ધ સદી

કુકે 171 બોલ પર 50 રન બનાવીને કેરિયરની સૌથી ધીમી ટેસ્ટ અર્ધસદી બનાવી છે. આ પહેલા તેણે 163 બોલમાં ઓસ્ટ્રેલિયા સામે 50 રન કર્યા હતા.

50 મી ટેસ્ટમાં કોહલી બન્યો મેન ઓફ ધ મેચ

50 મી ટેસ્ટમાં કોહલી બન્યો મેન ઓફ ધ મેચ

50 મી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર કોહલી ત્રીજો ભારતીય બન્યો છે. આ પહેલા 1979 માં સુનીલ ગાવસ્કર અને 2005 માં હરભજન સિંહ 50 મી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બન્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
5 records made in second test between in India and England. Team India beat England by 246 runs takes lead of 1-0 in series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X