For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIનો પ્લાન, નીકાળો ધોની અને યુવરાજને?

2019ના વલ્ડકપની તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવી છે. જો કે આ ટીમમાં ધોની અને યુવરાજ રહેશે કે નહીં એ અંગે ચાલી રહી છે ચર્ચા.

By Kajal
|
Google Oneindia Gujarati News

મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ આવનારા 2019-વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્શે કે નહી તે અંગે બહુ જ જલ્દી નિર્ણય લેવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ચીફ સેલેક્ટર એમએસકે પ્રસાદે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, આ બંને સિનિયર ખેલાડીના ભવિષ્ય અંગે બીસીસીઆઈ વિચારી રહી છે. પરંતુ હાલ તેમને ટીમની બહાર કરવાનો કોઈ વિચાર ચાલી રહ્યો નથી. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે અમે કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર લેવા નથી માંગતા. અમારા નિર્ણયથી ટીમ પર કેવી અસર થશે જેવા બીજા ગણા પાસાઓ પર વિચાર્યા બાદ જ આ અંગે કોઈ નિર્ણય લઈ શકાય.

cricket

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાનમાં ભારતના કોચ રાહુલ દ્રવિડે હાલમાં જ આપેલા ક્રિકઈન્ફોના એક ઇન્ટરવ્યૂમાં 2019 વર્લ્ડ કપ વિશે વાત કરતા કહ્યુ કે, બોર્ડે યુવરાજ અને ધોની અંગે સ્પષ્ટતા કરી દેવી જોઈએ. હાલ જો ભારતીય ટીમમાં નજર કરીએ તો આ બંને ખેલાડીની જગ્યા લઈ શકે તેવા ખેલાડી વિરાટ કોહલી એન્ડ કંપની પાસે દેખાતી નથી, 35 વર્ષનો ધોની ટીમનો ફિનિશરની સાથે સૌથી સારો વિકેટ કિપર પણ છે. આથી આપણી ટીમને તેની જરૂર રહેવાની જ છે.

2019ની તૈયારી વિશે પ્રકાશ પાડતા પ્રસાદે જણાવ્યુ હતુ કે, આ વર્ષના અંતમાં જ બોર્ડે આ અંગે કામ શરુ કરી નાખ્યુ છે. આ વર્ષે ચેમ્પિયન ટ્રોફી ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી તેથી અમને સારી એવી તક મળી હતી કે અમે ટીમને કંઈ દિશા તરફ લઈ જઈએ. તેમા થયેલી ભૂલોને થોડા જ મહિનાઓમાં સુધારીને વર્લ્ડકપમાં ટીમ સારુ પ્રદર્શન કરશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
BCCI has plan for the retirement of MS Dhoni and Yuvraj Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X