For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND Vs PAK: મેચમાં રનની સાથે થયો રેકોર્ડનો પણ વરસાદ!

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ભારતની પહેલી મેચમાં પાકિસ્તાનને કારમી હારઆ મેચમાં રનની સાથે રેકોર્ડનો પણ જાણે વરસાદ થયો છેઆઇસીસી ટૂર્નામેન્ટમાં બારતે પાકિસ્તાનને 13મી વાર કારમી હાર આપી

By Shachi
|
Google Oneindia Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ભારતની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને 124 રનથી કારમી માત આપી હતી. ઇંગ્લેન્ડના એઝબેસ્ટન સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ભારતીય બેટ્સમેને રન સાથે રેકોર્ડ્સનો પણ જાણે વરસાદ કર્યો છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 48 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 319 રન બનાવ્યા હતા.

team india

CT 2017: ભારત વિ. પાકિસ્તાન મેચના રેકોર્ડ્સ

  • ભારતીય ટીમની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવન પહેલી એવી જોડી બની છે, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી છે.
  • રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધની છેલ્લી 11 વનડે મેચમાં 5 અર્ધસદી ફટકારી હતી, પરંતુ ક્યારેય 68નો આંકડો પાર નહોતો કર્યો. આ મેચમાં રોહિતે 91 રન ફટકાર્યા હતા. રોહિતનો પાકિસ્તાન વિરુદ્ધનો અને ચેમ્પિયન્સ ટ્રોફીનો આ સર્વશ્રેષ્છ સ્કોર છે.
  • પાકિસ્તાન વિરુદ્ધ યુવરાજ સિંહે 29 બોલમાં અર્ધ-સદી ફટકારી. વીરેન્દ્ર સહેવાગ(26 બોલ) બાદ પાકિસ્તાન વિરુદ્ધ સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યા છે યુવરાજ સિંહ.
  • 319 રન ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફી બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલાં_
  1. ભારત વિ. દ.આફ્રિકા, સ્કોર 331, વર્ષ 2013
  2. ભારત વિ. પાકિસ્તાન, સ્કોર 319, વર્ષ 2017
  3. ભારત વિ. ઑસ્ટ્રેલિયા, સ્કોર 307, વર્ષ 1998
  4. ભારત વિ. દ.આફ્રિકા, સ્કોર 295, વર્ષ 2000
  • આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 13 વાર હરાવ્યું છે. કોઇ પણ ટીમ દ્વારા વિપક્ષી ટીમને હરાવવાનો આ સર્વશ્રેષ્ઠ આંકડો છે. આ પહેલાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 19 મેચોમાં 12 વાર હરાવ્યું છે.
  • આઇસીસીની તમામ મોટી ટૂર્નામેન્ટ(વન ડે વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી) મળીને યુવરાજ સિંહ 9મી વાર મેન ઓફ ધ મેચ બન્યા. સચિન તેંડુલકર(10) બાદ આ સન્માન મેળવનાર યુવરાજ બીજા ખેલાડી છે.
  • 124 રનનું અંતર એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી મોટી જીત છે તથા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી મોટી જીત છે.
  • તમામ વન ડે મેચને ધ્યાનમાં લઇએ તો ભારતની પાકિસ્તાન પર રનોના મામલે આ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલાં ભારતે પાકિસ્તાનને 2008માં મીરપુરમાં 140 રનથી માત આપી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Champions trophy 2017: big records from the match of India vs Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X