For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ ટ્રોફીઃ પહેલી જ મેચમાં બન્યા અનેક શાનદાર રેકોર્ડ્સ

ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કરતાં અનેક રેકોર્ડ્સ પોતાને નામ કર્યાં છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

1 જૂન, 2017 ને ગુરૂવારથી ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની શરૂઆત થઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેદાનમાં પ્રથમ બેટિંગ કરવા પહોંચેલ બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા. સામે ઇંગ્લેન્ડની ટીમે 47.2 ઓવરમાં 2 ગુમાવી 306 રન ફટકાર્યા હતા અને 8 વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યું હતું.

પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવી અનેક શાનદાર રેકોર્ડ બનાવી લીધાં છે. સામે બાંગ્લાદેશની ટીમ ભલે મેચ ન જીતી શકી હોય, પરંતુ આ ટીમે પણ અનેક રેકોર્ડ પોતાને નામ કર્યાં છે.

champions trophy

પહેલી મેચના રેકોર્ડ્સઃ

  • આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલીવાર કોઇ ટીમને 306 રનનો લક્ષ્યાંક મળ્યો. આ પહેલાં વર્ષ 2013માં શ્રીલંકાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ જ સ્ટેડિયમ(ઓવલ)માં 294 રનના લક્ષ્યાંકને પાર કર્યો હતો.
  • બાંગ્લાદેશ તરફથી સદી ફટકારનાર તમીમ ઇકબાલે વર્ષ 2015ના વિશ્વ કપ બાદ 28 ઇનિંગ્સમાં 5 સદી ફટાકરી છે. આ પહેલાં 140 ઇનિંગ્સમાં તેમણે માત્ર 4 સદી ફટકારી હતી.
  • તમીમ ઇકબાલનો સ્કોર છે 128 રન, જે કોઇ પણ બાંગ્લાદેશી ખેલાડીનો ચેમ્પિયન્સ ટ્રોફીનો સર્વોચ્ચ સ્કોર છે.
  • ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ મેચમાં પણ તમીમ ઇકબાલનો સ્કોર સર્વોચ્ચ છે.
  • એશિયાની બહારના વન ડેમાં મુખ્ય 8 ટીમો વિરુદ્ધ બાંગ્લાદેશનો સ્કોર 305/6 છે, જે સર્વોચ્ચ સ્કોર છે. ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ આ બાંગ્લાદેશનો સર્વોચ્ચ સ્કોર છે.
  • આ મેચ બાદ બાદ જો રુટ વન ડેમાં 10 સદી પૂર્ણ કરનાર ઇંગ્લેન્ડના ત્રીજા બેટ્સમેન બની ગયા છે. જો રુટ પહેલાં ટ્રેસ્કોથિક(12) અને મૉર્ગન(10)નો નંબર આવે છે.
  • જો રુટે 84 ઇનિંગ્સમાં 10 સદી ફટકારી છે. સૌથી ઓછી ઇનિંગ્સમાં 10 સદી ફટકારનાર બેટ્સમેનમાં જો પહેલાં ડિકૉક, અમલા અને કોહલીનું નામ આવે છે.
  • જો રુટનો સ્કોર 133 છે, જે કોઇ પણ ઇંગ્લેન્ડ ખેલાડીનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.
  • વર્ષ 2015થી લઇને અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડે 25મી વાર 300થી વધુ રન ફટકાર્યા છે. ત્રણ વર્ષના સમયગાળામાં કોઇ પણ ટીમનું આ અત્યંત શાનદાર પર્ફોમન્સ છે. આ પહેલાં ભારતે વર્ષ 2007થી 2009ના ગાળામાં 23 વાર 300થી વધુ રન ફટકાર્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Champions Trophy 2017: Many records made in the first match which was between England and Bangladesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X