For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CT 2017: પાક. વિ. શ્રીલંકાની મેચના હટકે મોમેન્ટ્સ ઓફ ધ મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પાકિસ્તાન વિ. શ્રીલંકા હટકે મોમેન્ટ્સ ઓફ ધ મેચ

|
Google Oneindia Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં સોમવારે શ્રીલંકા અને પકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 3 વિકેટથી હરાવી સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. જો કે, સાથે જ સ્લો ઓવર રેટ માટે પાકિસ્તાની ખેલાડીઓને દંડ કરવામાં આવ્યો છે. આઇસીસી મેચના રેફરીઝના એલીટ પેનલ મેમ્બર ક્રિસ બોર્ડે પાકિસ્તાની ટીમ પર સ્લો ઓવર રેટ માટે ફાઇન ચાર્જ કર્યો છે. આઇસીસીના નિયમોની કલમ 2.5.1માં સ્લો રન રેટ માટે ખેલાડીઓને દંડ કરવાની જોગવાઇ છે.

નિશ્ચિત સમયમાં ઓવર પૂરી ન કરતાં ખેલાડીઓની મેચ ફીમાંની 10 ટકા રકમ દંડ તરીકે કાપવામાં આવે છે. ટીમના કપ્તાન પાસેથી મેચ ફીના 20 ટકા દંડ વસૂલવામાં આવે છે. આ હિસાબે પાકિસ્તાની ટીમના કપ્તાન સરફરાઝ અહમદને મેચ ફીના 20 ટકા અને અન્ય ખેલાડીઓને મેચ ફીના 10 ટકા દંડ કરવામાં આવ્યો છે. જો બીજી વાર પાકિસ્તાની ટીમ સ્લો ઓવર રેટ માટે જવાબદાર રહેશે, તો કપ્તાનને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

મેન ઓફ ધ મેચ - સરફરાઝ અહમદ

મેન ઓફ ધ મેચ - સરફરાઝ અહમદ

પાકિસ્તાનની જીતનો શ્રેય ટીમના કપ્તાન સરફરાઝ અહમદને જાય છે, જેમણે ટીમના પ્રદર્શનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પાકિસ્તાનને 237 રનનું લક્ષ્ય મેળવવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ આખરે 45મા ઓવરમાં તેણે લક્ષ્ય મેળવી લીધું. પાકિસ્તાનની છેલ્લી ઓવરમાં સરફરાઝ અહમદ અને મોહમ્મદ આમિરની જોડીએ 75 રનની ભાગીદારી નોંધાવી હતી. સરફરાઝે 61 અને આમિરે 28 રન ફટકાર્યા હતા. આ મેચની ત્રણ હટકે મોમેન્ટ્સ જુઓ અહીં...

હટકે મોમેન્ટ 1

હટકે મોમેન્ટ 1

પાકિસ્તાનના કપ્તાન સરફરાઝે આ મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાં અર્ધસદી ફટકારી હતી. 45મા ઓવરમાં લસિથ મલિંગાના પાંચમાં બોલ પર સરફરાઝે ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ પાકિસ્તાનની સેમિ-ફાઇનલમાં એન્ટ્રી થઇ ગઇ. સરફરાઝે દબાણમાં પણ ખૂબ શાંત રહી રમત સાચવી લીધી. સરફરાઝ આ મેચના મેન ઓફ ધ મેચ બન્યા.

હટકે મોમેન્ટ 2

હટકે મોમેન્ટ 2

પાકિસ્તાનના બેટ્સમેન ફખર જમને 36 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન ફટકારી અર્ધસદી પૂર્ણ કરી અને પાકિસ્તાનની મજબૂત શરૂઆત કરી જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. ઇન્ટરનેશનલ વનડે ક્રિકેટમાં આ જમનનો સૌથી હાઇએસ્ટ સ્કોર હતો, આ તેમની બીજી ઇન્ટરનેશનલ ઓડીઆઇ હતી.

હટકે મોમેન્ટ 3

હટકે મોમેન્ટ 3

પેસ બોલર હસને મેંડિસને 27 રન પર ક્લીન બોલ્ડ કર્યા હતા. હસને એક શાનદાર બોલ નાંખતાં બોલ મેંડિસના પગ અને બેટથી બચીને સીધો વિકેટને લાગ્યો હતો. હસને મેદાનમાં જ પોતાની આ મોટી સફળતાની ઉજવણી શરૂ કરી દીધી હતી.

હવે 14 જુન, બુધવારના રોજ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિ-ફાઇનલની મેચ રમાશે અને 15 જુન, ગુરૂવારના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ-ફાઇનલ રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Champions Trophy 2017 Pakistan Vs Sri Lanka Hatke Moments Of The Match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X