યુવરાજના 150 રનઃ કોહલીનો વિશ્વાસ, ધોનીનો આધાર, માંના આશિષ અને લેડી લક

Subscribe to Oneindia News

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં ભારતીય ટીમ વિજેતા સાબિત થઇ હતી. ભારતે 381 રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ સાથે 366 જ રન બનાવી શકી અને 15 રનથી ભારત વિજેતા સાબિત થયું. આ મેચના મેન ઓફ ધ મેચ રહ્યા, યુવરાજ સિંહ અને સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ જંગી સ્કોર કરવામાં 134 રનનું યોગદાન આપ્યું.

અહીં વાંચો - ઉમા-ખોડલ વિવાદ: હાર્દિકે કરી ખોડલઘામની મુલાકાત

યુવી-ધોનીની શાનદાર સદી

ભારતની ટીમે વન ડે મેચ જીતીને 3 મેચોની આ શ્રેણીમાં 2-0થી કબજો કરી લીધો છે. આ મેચના મેન ઓફ ધ મેચ બન્યા યુવરાજ સિંહ! યુવી અને ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ધુંઆધાર બેટિંગના પ્રતાપે જ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 382 રન જેટલો ઊંચો લક્ષ્યાંક મુકવામાં સફળ રહી. યુવરાજ સિંહે 150 તો ધોનીએ 134 રન ફટકારી શાનદાર રીતે સદી પૂર્ણ કરી.

ટીમ ઇંગ્લેન્ડના થયા બુરા હાલ

આ સ્કોરને પાર કરવા મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ એક પછી એક પેવેલિયનમાં પાછી જતી ગઇ. ઇંગ્લેન્ડ ટીમના કપ્તાન મોર્ગને સૌથી વધુ 103 રન કર્યા, જેસન રોયે 82 રન કર્યા. ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી.

ક્રિકેટના મેદાનમાં ભારતના સિંહની વાપસી

વર્ષો બાદ ભારતીય ટીંના સિંહ એટલે કે યુવરાજ સિંહે ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે અને આતાની સાથે જ તેમણે 150 રનની સદી ફટકારીને ક્રિકેટ રસિયાઓનું મન જીતી લીધું છે. યુવરાજ સિંહના ફેન્સ માટે જાણે તહેવારની સિઝન આવી ગઇ છે. પહેલા લગ્નની ધમાલ અને હવે ક્રિકેટના મેદાન પર યુવીની બેટિંગની ધમાલ! ગુરૂવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાયેલી ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન ડે મેચના હીરો યુવરાજ સિંહ અને ધોની હતા. યુવીના પર્ફોમન્સ પરથી એ વાત તો સાબિત થઇ ગઇ કે, તેમનામાં આજે પણ એ જ જોષ છે, જે વર્ષ 2011ના વર્લ્ડ કપ દરમિયાન હતો, જરૂર હતી તો માત્ર એક તકની.

પત્ની, માતા, ગુરૂ અને કપ્તાનને આપ્યું ક્રેડિટ

મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યા બાદ યુવીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, વિરાટે મારી પર ભરોસો કર્યો તે મારા માટે મોટી વાત છે. ઘણા લાંબા સમય પછી સદી ફટકાર્યા બાદ હું આજે ખૂબ ખુશ છું અને બસ એ જ પ્રાર્થના કરું છું કે આગળ પણ મારી આ ક્ષમતા ટકી રહે. તેમણે આ સફળતાનું ક્રેડિટ પોતાની માંની પ્રાર્થના, ગુરૂના આશિષ, પત્નીના પ્રેમ અને કપ્તાન કોહલીના વિશ્વાસને આપ્યું છે.

કરિયરની 14મી સદી

યુવરાજ સિંહે ગુરૂવારની મેચમાં 98 બોલ પર જેવા 100 રન પૂર્ણ કર્યાં કે તેમની આંખો ખુશી, વિશ્વાસ અને જોષથી ભરાઇ આવી. સદી ફટકારતાં જ તેમણે સૌપ્રથમ ઇશ્વરનો આભાર માન્યો અને થોડી ક્ષણો પુરતા ભાવુક થઇ ઉઠ્યા. ઇયુવીના કરિયરની આ 14મી સદી છે અને ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન ડે મેચની આ 4થી સદી છે.

મહેન્દ્ર સિંહ ધોનીનો પણ માન્યો આભાર

તે સમયે મેદાન પર તેમને આધાર આપવા માટે તેમના જૂના સાથી અને ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની હાજર હતા, જેમણે ખૂબ જ સાદગીથી યુવીને સદી બદલ શુભકામનાઓ આપી અને ભાવપક થઇ ગયેલા યુવીને સાચવ્યા. માત્ર યુવી જ નહીં, પરંતુ દરેક ક્રિકેટ પ્રેમી માટે આ મેચ અને યુવીની સદી ખૂબ યાદગાર રહેશે, એ ક્ષણમાં યુવીએ ફરી એક વખત સાબિત કરી દીધું કે તેઓ રિયલ ફાઇટર છે.

યુવરાજનો સર્વશ્રેષ્ઠ સ્કોર

યુવરાજે 14મી સદી સાથે પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ બનાવ્યો, તેમણે 127 બોલમાં 150 રન ફટકાર્યા. જેમાં તેમણે 21 ચોગ્ગા અને ત્રણ ગગનચંબી છગ્ગા ફટકાર્યા. આ પહેલાનો યુવીનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો 139 રન, જે તેમણે જાન્યુઆરી, 2004માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં બનાવ્યા હતા.

English summary
Just wanted to prove a point to myself that I am still good enough to play international cricket said Yuvraj Singh.
Please Wait while comments are loading...