For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો શું કોહલીથી ડરે છે મદન લાલ, મનિંદર સિંહ અને ઘાવરી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), વિરાટ કોહલીથી લાગે છે કે દેશ માટે ગયા વર્ષ દરમિયાન રમી ચૂકેલા ખેલાડીઓ ડરે છે. મદન લાલ, મનિંદર સિંહ, કરસન ઘાવરી તમામ કોહલીના હિન્દુસ્તાન ટાઇમ્સના સ્પોર્ટ્સ પત્રકાર જસવિંદર સિદ્ધૂની સાથે ગાળા-ગાળી કર્યા બાદ જે રીતે પ્રતિક્રિયા આપી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ કોહલી સાથે સંબંધ બગાડવા નથી માંગતા. સૌએ આખાય મામલાને દબાવવાની કોશીશ કરી.

પરંતુ પ્રસંન્ના ના રહ્યા ચૂપ
કોઇએ આજે હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલ ઇંટરવ્યૂમાં કોહલીની કડક શબ્દોમાં નિંદા નથી કરી. પરંતુ હા કર્ણાટક અને ભારત માટે લાંબા સમયથી રમનારા ઇરાપલ્લી પ્રસન્નાએ જરૂર કોહલીના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે.

virat
શા માટે દુશ્મનાવટ વહોરવી
જાણકારોનું કહેવું છે કે જુના ખેલાડીઓ એ ક્રિકેટરો સાથે દુશ્મનાવટ કરવાની હિમ્મત નથી કરતા જે ટીમનો કપ્તાન બની ચૂક્યો હોય. તેઓ ટેસ્ટ ટીમના કપ્તાન તો છે જ. સૌને લાગે છે કે જો તેમણે કોહલીની નિંદા કરી તો ક્રિકેટ બોર્ડ તેમનાથી નારાજ થઇ જશે. તેમને કમેંટરી અને બીજા મોટા કોંટ્રાક્ટ મળતા બંધ થઇ જશે.

પત્રકારોની જમાત છે નારાજ
આની વચ્ચે, કોહલી જસવિંદર સિદ્ધૂની સાથે ખરાબ વર્તનની ફરિયાદ આ હિન્દુસ્તાન ટાઇમ્સે આઇસીસીને કરી છે. સિદ્ધૂએ પણ આઇસીસીને લેખિતમાં કોહલીના વર્તનની ફરિયાદ કરી છે.

કોહલીએ જસવિંદર સિદ્ધૂની સાથે પર્થમાં ગાળા-ગાળી કરી હતી. હિન્દુસ્તાન ટાઇમ્સના સંપાદક અને મેનેજરે પણ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. આખી પત્રકાર લોબી કોહલીથી નારાજ છે.

સંસ્કારહીન કોહલી
આની વચ્ચે, વરિષ્ઠ ક્રિકેટ લેખક રવિ ચતુર્વેદીએ વિરાટ કોહલીના પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ વાસ્તવમાં દુ:ખદ ઘટના છે કે આટલો મોટો ખેલાડી આટલો સંસ્કારહીન છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ex- Cricket stars not ready to join issue with Virat Kohli. Meanwhile, Jaswinder Sidhu writes to ICC against the boorish behavior of Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X