For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે પોલાર્ડે મેદાનમાં શા માટે લગાવી દીધી પોતાના મોઢા પર પટ્ટી

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 20 એપ્રિલ: ક્રિકેટના મેદાન પર બે ખેલાડીયો વચ્ચે બોલાચાલી થવી કે હાથ-ચાલાકી થવી કોઇ મોટી વાત નથી. પરંતુ ક્યારેક ક્યારેક તેનું રિએક્શન ખૂબ જ અલગ થાય છે. રવિવારે આઇપીએલ-8ના મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચમાં પણ એ સમયે વિકટ પરિસ્થિતિ સર્જાઈ જે સમયે મુંબઇ ઇન્ડિયન્સના ધુરંધર પોલાર્ડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર ખેલાડી ક્રિસ ગેઇલની વચ્ચે ઝગડો થઇ ગયો.

ઝગડો ગેઇલનો કેચ છૂટવાના કારણે શરૂ થયો હતો, પરંતુ પોલાર્ડને ગુસ્સો આવ્યો અને ગેઇલે તેમને મેદાનમાં જ અપશબ્દ કહી દીધા, ત્યારબાદ પોલાર્ડ પણ મેદાનમાં બૂમો પાડવા લાગ્યા.

ઇંગ્લેન્ડના એમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને વિનીત કુલકર્ણીએ જ્યારે પોલાર્ડને ચેતાવણી આપી તો તે દોડીને મુંબઇ ઇન્ડિયન્સના ડગઆઉટ વિસ્તારમાં ગયા અને પોતાનો વિરોધ નોંધાવવા માટે સેલોટેપને પોતાના મોઢા પર લગાવી દીધી. ત્યારબાદ તો મેદાનમાં શાંતિ થઇ ગઇ પરંતુ સોશિયલ મીડિયા પર જોરદાર બબાલ મચી ગઇ. પોલાર્ડના આ માઉથ પ્લાસ્ટર પર લોકોએ જોરદાર ટ્વિટર પર ચુટકી લીધી.

પોલાર્ડે પોતાના મોઢા પર ટેપ લગાવીને ગુસ્સો દેખાડ્યો...

આવો જોઇએ પોલાર્ડનો વિરોધ અને મીડિયામાં તેમની ટિખળ..

પોલાર્ડે લગાવી દીધી પોતાના મોઢા પર પટ્ટી

પોલાર્ડે લગાવી દીધી પોતાના મોઢા પર પટ્ટી

મુંબઇ ઇન્ડિયન્સના ધુરંધર પોલાર્ડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર ખેલાડી ક્રિસ ગેઇલની વચ્ચે ઝગડો થઇ.ઇંગ્લેન્ડના એમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને વિનીત કુલકર્ણીએ જ્યારે પોલાર્ડને ચેતાવણી આપી તો તે દોડીને મુંબઇ ઇન્ડિયન્સના ડગઆઉટ વિસ્તારમાં ગયા અને પોતાનો વિરોધ નોંધાવવા માટે સેલોટેપને પોતાના મોઢા પર લગાવી દીધી.

પાકિસ્તાની ફેન્સ

પાકિસ્તાની ફેન્સને જ્યારે પાકિસ્તાનના બાંગ્લાદેશ પ્રવાસ અંગે પૂછવામાં આવે તો તેમણે પણ કંઇક આવું જ કરશે.

નવીન વિરોધ

કંઇક એવું જે પહેલા ક્રિકેટ જગતમાં જોવા મળ્યું નથી.

સોશિયલ મીડિયા પર ઊડી મજાક

સોશિયલ મીડિયા પર ઊડી મજાક, કિરન પોલાર્ડનો વિરોધ સોશિયલ મીડિયા પર બની ગઇ મજાક.

હર્ષા ભોગલે

કોઇએ પોલાર્ડને કહેવાની જરૂર છે કે હવે જોક પૂરો થઇ ગયો છે...Sealed

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pollard, who was seen trying to upset RCB opener Chris Gayles rhythm with few words, was warned by one of the one-field umpires to stay away from any banter.He was quick to plaster his mouth and lot of players and fans saw the funny side of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X