For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC એવોર્ડની ઘોષણા: અશ્વિનને મળ્યા બે મહત્વના સમ્માન

આઇસીસી એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. બે મહત્વના એવોર્ડ આર અશ્વિનને આપવામાં આવ્યા છે. મિસ્બાહ સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

આઇસીસી એવોર્ડની આજે ઘોષણા કરવામાં આવી જેમાં ટીમ ઇંડિયાના આર અશ્વિનનો દબદબો રહ્યો. આર અશ્વિનને આઇસીસી ક્રિકેટર ઓફ ધ યરની સાથે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે.

ashwin

પસંદગી સમિતિમાં રાહુલ દ્રવિડ

આઇસીસીએ જે નામો પર પસંદગી કરી છે તેની પસંદગી કાઉંસીલના સભ્યોના મતોના આધારે કરવામાં આવી છે જેમ ટીમ ઇંડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ છે.

મરેસ ઇરેસ્મસ અમ્પાયર ઓફ ધ યર

આ પહેલા અમ્પાયર ઓફ ધ યરના એવોર્ડની ઘોષણા કરવામાં આવી જેમાં દક્ષિણ આફ્રિકાના મરેસ ઇરેસ્મસને આ ખિતાબ માટે પસંદ કરવામાં આવ્યા. તેમજ સ્પિરિટ ઓફ ક્રિકેટનો ખિતાબ પાકિસ્તાનના કેપ્તન મિસ્બાહ ઉલ હકને મળ્યો.

મિસ્બાહ પહેલો પાકિસ્તાની ખેલાડી છે જેને આ ખિતાબ મળ્યો છે, આ પહેલા એમએસ ધોનીને 2011, ડેનિયલ વિટોરી 2012, મહેલા જય વર્ધને 2013, કેથરિન બ્રંટ 2014, બ્રેડમ મેક્કુલમ 2015 ને આ ખિતાબ મળ્યો હતો.

ઇરેસ્મસ પાંચમો એમ્પાયર છે જેને આ ખિતાબ મળ્યો છે. આ પહેલા સાઇમન ટફેલને 2004-2008, અલીમ દારને 2009-2011, કુમાર ધર્મસેનાને 2012 અને રિચર્ડ કેટલબ્રાને 2013-15 માં મળ્યો હતો.

છેલ્લા 12 મહિનાના પ્રદર્શનના આધારે થઇ પસંદગી

ખેલાડીઓને આ ખિતાબ તેમના છેલ્લા 12 મહિનાના પ્રદર્શનના આધાર પર આપવામાં આવ્યા છે કે જે 14 સપ્ટેમ્બર, 2015 થી 20 સપ્ટેમ્બર, 2016 દરમિયાનના છે. આ ખિતાબ માટે ખેલાડીઓની પસંદગી સમિતિમાં રાહુલ દ્રવિડ, ગેરી કસ્ટર્ન, કુમાર સંગાકારા જેવા દિગ્ગજ સામેલ છે.

આઇસીસી એવોર્ડ 2016

ક્રિકેટર ઓફ ધ યર- આર અશ્વિન.

ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર - આર અશ્વિન.

સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ - મિસ્બાહ ઉલ હક.

અમ્પાયર ઓફ ધ યર - મરેસ ઇરેસ્મસ.

ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર - મુસ્તફિજુર રહેમાન.

વન ડે ક્રિકેટર ઓફ ધ યર - ક્વિંટન ડી કોક.

ટી-20 પર્ફોર્મંસ ઓફ ધ યર - કાર્લોસ બ્રેથવેટ.

મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યર - સૂજી બેટ્સ.

ટી-20 મહિલા ક્રિકેટર ઓફ ધ યર - સૂજી બેટ્સ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC 2016 Awards announced; 2 top honours for India's R Ashwin. Misbah gets spirit of the cricket award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X