For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Pak: ભારતને મળી કારમી હાર, 158 પર ભારત ઓલ આઉટ

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ફાઇનલ મેચ ભારત વિ. પાકિસ્તાન.

By Shachi
|
Google Oneindia Gujarati News

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઇનલ મેચ રમાઇ હતી. આઇસીસીની કોઇ પણ મોટી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન આ બીજી વાર ફાઇનલ મેચમાં આમને-સામને હતા. આ પહેલાં બંન્ને ટીમો વર્ષ 2007માં ટી20 વિશ્વકપના ફાઇનલમાં રમ્યા હતા. તે સમયે ભારત 5 રનથી મેચ જીત્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પણ બંન્ને ટીમો બીજી વાર મેદાનમાં ઉતરી હતી. પોતાની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રનના અંતર સાથે હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અત્યાર સુધીમાં માત્ર એક મેચ હાર્યું છે, આ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. ભારતે નંબર વન ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

Ind Vs Pak

બંન્ને ટીમોની વાત કરીએ તો, પાકિસ્તાનની ટીમની સરખામણી ભારતીય ટીમ ખૂબ મજબૂત મનાતી હતી. જો કે, આ મેચમાં ભારતને પાકિસ્તાન તરફથી કારમી હાર મળી હતી.

  • ભારતની ટીમે 30.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા છે.
  • જસપ્રીત બુમરાહે પણ માત્ર 1 રન બનાવ્યો, આ વિકેટ પણ હસન અલીએ લીધી
  • આર.અશ્વિન પણ માત્ર 1 રન ફટકારી આઉટ, આ વિકેટ હસન અલીએ લીધી
  • માત્ર 15 રન ફટકારી રવિન્દ્રસિંહ જાડેજા આઉટ, આ વિકેટ જુનૈદ ખાને લીધી
  • 76 રન ફટકારી હાર્દિક પંડ્યા રન આઉટ
  • હાર્દિક પંડ્યાએ ફટકારી અર્ધસદી
  • કેદાર જાધવ(9) આઉટ,આ વિકેટ શદબ ખાને લીધી
  • ભારતની પાંચમી વિકેટ, ધોની(4) પણ આઉટ. આ વિકેટ હસન અલીએ લીધી
  • ભારતને ચોથો ફટકો પડ્યો યુવરાજ સિંહ(22)ના રૂપમાં
  • ભારતની પડી ત્રીજી વિકેટ, ધવન થયો આઉટ
  • ભારતીય ક્રિકેટર યુવરાજે ફરી માર્યો ચોગ્ગો, ભારતનો સ્કોર થયો 2 વિકેટે 32 રન.
  • ભારતનો સ્કોર હાલ બે વિકેટે 22 રન જેટલો થયો છે.
  • હાલ યુવરાજ અને ધવન રમી રહ્યા છે અને ભારતનો સ્કોર 17 રન થયો છે.
  • વિરાટ પછી યુવરાજ એન્ટી લેતા જ ચોગ્ગો મારતા ભારતીય ક્રિકેટ પ્રેમીઓના શ્વાસમાં શ્વાસ આવ્યા છે.
  • તો 6 રનમાં વિરાટ કોહલી પણ આઉટ થતા મોટો અપસેટ સર્જાયો છે.
  • પહેલી ઓવરમાં ભારતને લાગ્યો ઝટકો, રોહિત શર્મા આઉટ
  • પાકિસ્તાને ભારતને 339 રનનું લક્ષ્ય આપ્યું
  • 50 ઓવરમાં પાકિસ્તાનની ટીમે 4 વિકેટના નુકસાન સાથે 338 રન બનાવ્યા
  • વસીમ અને મોહમ્મદ હાફિઝ નોટ આઉટ
  • 46 રન બનાવી મોહમ્મદ આઝમ પણ આઉટ, આ વિકેટ કેદાર જાધવે લીધી
  • પાકિસ્તાનને ત્રીજો ઝાટકો, શોએબ મલિક(12) આઉટ, આ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી અને યુવરાજ સિંહે કેચ પકડ્યો
  • 200 રન બાદ પાકિસ્તાનની બીજી વિકેટ, 114 રન બનાવી ફખર જમાન આઉટ
  • આ વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી
  • 92 બોલમાં ફખર જમાને ફટકારી સદી
  • 128 રન બાદ પાક.ની પહેલી વિકેટ, અઝહર અલી(59) રનઆઉટ
  • અઝહર અલી અને ફખર ઝમાન બંન્નેનો સ્કોર 50ની પાર
  • ભારતના ભૂવનેશ્વર અને બુમરાહની શાનદાર બોલિંગ અને છતાં પાકિસ્તાનની સ્થિર બેટિંગ
  • પાકિસ્તાનની ટીમમાં બોલર મોહમ્મદ આમિરની વાપસી
  • ભારતની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કપ્તાન), શિખર ધવન, રોહિત શર્મા, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની(વીકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, મોહમ્મદ શમી, અજિંક્ય રહાણે, ઉમેશ યાદવ

પાકિસ્તાની ટીમઃ સરફરાઝ અહમદ(કપ્તાન અને વીકેટકીપર), અહમેદ શેહઝાદ, અઝહર અલી, બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, હાસન અલી, મોહમ્મદ આમિર, રુમ્માન રઇસ, જુનૈદ ખાન, ઇમાદ વસીમ, ફાહિમ અશરફ, શદબ ખાન, ફખર જમાન, હરિસ સોહેલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC Champions Trophy 2017 Final match report India vs Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X