For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WWC 2017: ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017: ઇન્ડિયા વિ. ઑસ્ટ્રેલિયા સેમિ-ફાઇનલ મેચ

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની બીજી સેમિ-ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. ડર્બીમાં રમાયેલ આ મેચમાં 6 વાર વિશ્વ કપની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા સામે એક વાર વિશ્વ કપની વિજેતા એવી ભારતીય ટીમ મેદાન પર ઉતરી હતી. વર્તમાન વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં માત્ર એક વાર ભારતીય ટીમ હરી હતી, પરંતુ આ હાર ઘણી કારમી હતી. ભારત ઑસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી હાર્યું હતું.

ગુરૂવારે રમાયેલી આ મેચમાં આમ તો ઑસ્ટ્રેલિયાની ટીમ વધુ મજબૂત કહેવાય, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ગેમ ચેન્જ કરવા સક્ષમ છે, એ વાત ટીમે સાબિત કરી હતી. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયન ટીમને 36 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.

icc wwc 2017: India vs Australia
  • મેચમાં ભારતીય કપ્તાન મિતાલી રાજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • ભારત વિ. ઑસ્ટ્રેલિયાની મેચમાં હરમનપ્રીત કૌર 171 રન ફટકારી નોટ આઉઠ રહી હતી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
  • ભારતની ટીમે 281 રન ફટકારી ઑસ્ટ્રેલિયાને 282 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઑસ્ટ્રેલિયાની ટીમ 245 રન જ કરી શકી હતી.
  • આ મેચમાં ભારતની શરૂઆત થોડી ધીમી થઇ હતી.
  • 6ના સ્કોર પર જ સ્મૃતિ મંધાના આઉટ થતાં ભારતને પહેલો ઝાટકો મળ્યો હતો.
  • ત્યાર બાદ 35ના સ્કોર પર બીજી વિકેટ પૂનમ રાઉતના સ્વરૂપમાં પડી.
હરમનપ્રીત કૌર
  • પૂનમ રાઉત આઉટ થતાં હરમનપ્રીત કૌર મેદાન પર આવી અને કપ્તાન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર સાથે મળીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો.
  • જો કે, ભારતના 100 રન પૂરા થતાં મિતાલી રાજ પણ બોલ્ડ આઉટ થઇ, ત્યાર બાદ ભારત વધુ સ્કોર ફટકારી શકે, એ વાત પર શંકા લાગતી હતી.
  • પરંતુ હરમનપ્રીતે 90 બોલ પર સદી ફટકારી લોકોના મન જીતી લીધાં અને ટીમને જીતની દિશામાં આગળ દોરી.
  • ઑસ્ટ્રેલિયા ટીમની કપ્તાન ઇજામાંથી સાજી થઇ મેચ રમવા મેદાન પર ઉતરી હતી.
  • વરસાદને કારણે મેચમાં ખલેલ પડી હતી, વરસાદ થોભ્યા બાદ બંન્ને ટીમ 42 ઓવરની મેચ રમશે એવો નિર્ણય લેવાયો હતો.
  • પહેલો પાવલ પ્લે 1-9 ઓવરમાં રમાશે અને બીજો બેટિંગ ટીમના અનુરોધ બાદ રમાશે
  • બે બોલર્સ 9-9 ઓવર કરી શકશે, જ્યારે કે 3 બોલર્સ 8-8 ઓવર કરી શકશે
ભારતીય ટીમ: પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના, મિતાલી રાજ(કપ્તાન), હરમનપ્રીત કૌર, દિપ્તી શર્મા, વેદ કૃષ્ણમૂર્તિ, સુષ્મા વર્મા(વિકેટકીપર), શિખા પાંડે, ઝુલન ગોસ્વામી, રાજેશ્વરી ગાયકાન, પૂનમ યાદવ
ઑસ્ટ્રેલિયન ટીમ: બેથ મૂની, નિકોલ બોલ્ટન, મેગ લેનિંગ(કપ્તાન), એલીસે પેરી, એલીઝ વિલાની, એલેક્સ બ્લેકવેલ, એલિસા હેલી(વિકેટકીપર), એશલી ગાર્ડનર, જેસ જોનાસન, મેગન શટ, ક્રિસ્ટન બીમ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
icc women world cup 2017: India vs Australia 2nd Semi-Final.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X