For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eng Vs Ind: ઇતિહાસ ન બનાવી શકી ભારતીય ટીમ, 9 રનથી હારી

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017: ભારત વિ. ઇંગ્લેન્ડ ફાઇનલ મેચ.

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની ફાઇમલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડને હરાવી વિશ્વ કપ જીતવા માટે મેદાનમાં ઉતરી હતી. કપ્તાન મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમે અત્યાર સુધી ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું, સેમિ-ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ 6 વાર વિજેત રહી ચૂકેલ ઑસ્ટ્રેલિયાને 36 રનથી માત આપી હતી. પરંતુ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં એક પણ વાર વિશ્વ કપ નથી જીતી શકી. આ પહેલાં માત્ર વર્ષ 2005માં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી, જેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતને કારમી હારનો સામને કરવો પડ્યો હતો.

wwc 2017: Ind Vs Eng
  • ભારતે 48.4 ઓવરમાં 219 રન ફટકાર્યા હતા, ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 228 રન ફટકાર્યા હતા
  • માત્ર 9 રનથી હારી ભારતીય ટીમ
  • 219 પર રાજેશ્વરી ગાયકવાડ આઉટ થતાં ભારતની ટીમ થઇ ઓલ-આઉટ
  • 218ના જ સ્કોર પર ભારતની 9મી વિકેટ દીપ્તિ શર્માના રૂપમાં પડી
  • ભારતની મુશ્કેલી વધી, 218ના સ્કોર પર 8મી વિકેટનારૂપમાં શિખા પાંડે આઉટ
  • 200ના સ્કોર પર ભારતીય ટીમની 6ઠ્ઠી વિકેટના રૂપમાં વેદા અને 201ના સ્કોર પર 7મી વિકેટમાં ઝૂલન ગોસ્વામી આઉટ
  • 196ના સ્કોર પર સુષ્મા વર્મા આઉટ થવા સાથે અડધી ભારતીય ટીમ પેવેલિયનમાં પરત
  • 191ના સ્કોર પર ભારતને ચોથો ફટકો, પૂનમ રાઉત સદી અધૂરી મુકી આઉટ
  • 40 ઓવર બાદ ભારતનો સ્કોર હતો 173/3
  • 138ના સ્કોર પર 50 ફટકારી હરમનન પ્રીત આઉટ થતાં ભારતની ત્રીજી વિકેટ
  • મિતાલી આઉટ થયા બાદ હરમન અને પૂનમે બાજી સંભાળી
  • 43ના સ્કોર પર ભારતને મોટો ઝાટકો, કપ્તાન મિતાલી રન આઉટ
  • 5ના સ્કોર પર ભારતને પહેલો ઝાટકો, સ્મૃતિ મંધાના 0માં આઉટ
  • ઇંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
  • ઇંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 228 રન ફટકાર્યા
  • 196ના સ્કોર પર ઇંગ્લેન્ડની 7મી વિકેટ, કેથરિન બ્રંટ રનઆઉટ
  • ઇંગ્લેન્ડની 6 વિકેટ બાદ સ્કોર 200ની નજીક હતો
  • 164ના સ્કોર પર નેટલી સાવેવર પણ બની ઝૂલન ગોસ્વામીનો શિકાર, 51 રન ફટકારી નેટલી આઇબીડબલ્યુ
  • 146 સ્કોર પર જ બીજી વિકેટમાં ફ્રાન વિલ્સન પણ આઉટ અને આ સાથે જ અડધી ઇંગ્લેન્ડ ટીમ પેવેલિયનમાં પરત ફરી
  • ફ્રાનને ઝૂલન ગોસ્વામીએ આબીડબલ્યુ કરી
  • 146 સ્કોર પર ઇંગ્લેન્ડની 4થી વિકેટ, સારા ટેલર આઉટ, આ વિકેટ ઝૂલન ગોસ્વામીએ લીધી
  • 3 વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડે સાવધાની પૂર્વ બેટિંગ કરતાં 30 ઓવર બાદ સ્કોર હતો 133/3
  • 63ના સ્કોર પર ઇંગ્લેન્ડને ત્રીજો ઝાટકો, પૂનમે કપ્તાન નાઇટને આઉટ કરી
  • 60ના સ્કોર પર ઇંગ્લેન્ડની બીડી વિકેટ, 23 રન બનાવી બીયુમોંટ આઉટ
  • 47 રન ફટકાર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમને પહેલો ઝાટકો મળ્યો હતો, વિનફીલ્ડ આઉટ થઇ હતી
  • ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય ટીમ: પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના, મિતાલી રાજ(કપ્તાન), હરમનપ્રીત કૌર, દિપ્તી શર્મા, વેદ કૃષ્ણમૂર્તિ, સુષ્મા વર્મા(વિકેટકીપર), શિખા પાંડે, ઝુલન ગોસ્વામી, રાજેશ્વરી ગાયકાન, પૂનમ યાદવ

ઇંગ્લેન્ડ ટીમ: લૉરેન વિનફિલ્ડ, ટેમી બેમોંટ, સારા ટેલર(વિકેટકીપર), હીથ નાઇટ(કપ્તાન), નેટલી સાવેવર, ફ્રાન વિલ્સન, કેથરિન બ્રંટ, જેની ગુન, લૌરા માર્શ, અન્ના શર્બોલ, એલેક્સ હાર્ટલે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC Women's World Cup 2017: India Vs. England Final match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X