For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાને 34 રને હરાવી ભારતે જીત્યો અંડર એશિયા કપ

શ્રીલંકાને જીત માટે 274 રનનું લક્ષ્ય મળ્યુ હતુ પરંતુ આખી ટીમ 239 રન બનાવીને આઉટ થઇ ગઇ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

અંડર-19 એશિયા કપ ટુર્નામેંટમાં શ્રીલંકાને 34 રનથી હરાવીને ભારતે ચેમ્પિયનશીપ જીતી લીધી છે. શ્રીલંકાને જીત માટે 274 રન બનાવવાનું લક્ષ્ય મળ્યુ હતુ પરંતુ આખી ટીમ 239 રનમાં આઉટ થઇ ગઇ.

asia cup

ભારતે ત્રીજી વાર જીત્યો આ ખિતાબ

શ્રીલંકા સામે જીત મેળવીને ભારતે ત્રીજી વાર અંડર-19 એશિયા કપના ટાઇટલ પર કબ્જો મેળવી લીધો છે. આ પહેલા 2012 અને 2014 માં ભારતીય ટીમે આ ચેમ્પિયનશીપમાં જીત મળી હતી.

કેપ્ટન અભિષેક શર્માની ઉમદા બોલિંગ

અંડર-19 એશિયા કપના કેપ્ટન અભિષેક શર્માએ ઉમદા બોલિંગનું પ્રદર્શન કરીને 10 ઓવરમાં માત્ર 37 રન આપીને 4 વિકેટ મેળવી લીધી અને શ્રીલંકાની ટીમની કમર તોડી દીધી. રાહુલ છાહરે પણ શ્રીલંકાની ત્રણ વિકેટ લીધી. શ્રીલંકાની આખી ટીમ 239 રનમાં ધરાશાયી થઇ ગઇ.

ભારતે બનાવ્યા 50 ઓવરમાં 273 રન

ભારતીય ટીમે પહેલા બોલિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 273 રન બનાવી લીધા. હિમાંશુ રાણાએ 79 બોલ પર 71 રન અને શુબમન ગિલે 92 બોલમાં 70 રન બનાવી દીધા.

શ્રીલંકાની ટીમે શરુઆત સારી કરી અને એક સમયે તો એવુ લાગતુ હતુ કે તે મેચ જીતી લેશે. પરંતુ બાદમાં એક-એક કરીને શ્રીલંકાના બેટ્સમેન આઉટ થઇને પેવેલિયન ભેગા થવા લાગ્યા. આખી ટીમ 50 ઓવર પૂરા થવાના 8 બોલ પહેલા જ 239 રન પર આઉટ થઇ ગઇ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
In ACC Under-19 Asia Cup, India beat Sri Lanka by 34 runs and won the championship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X