બેંગ્લુરુ ટેસ્ટઃ ઑસ્ટ્રેલિયાને મળી 48 રનની લીડ, જાડેજા સૌથી સફળ બોલર

Subscribe to Oneindia News

આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ નો બીજો દિવસ હતો.

bengaluru test

મુખ્ય અંશ

  • મેટ રેનશૉ અને શૉન માર્શના દમદાર પરફોમન્સને કારણે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયા 6 વિકેટ સાથે 237 રન બનાવવામાં સફળ રહ્યું.
  • પહેલી ઇનિંગના આધારે ઑસ્ટ્રેલિયાએ ભારત પર 48 રનની લીડ મેળવી છે.
  • આજની મેચના હીરો હતા માર્શ, તેમણે વેડ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 57 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 220 સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.
  • આ જ સ્કોર પર ઉમેશ યાદવે તેમને કરુણ નાયરના હાથે કેચ પકડાવી પવેલિયન પાછા મોકલી આપ્યા હતા.
  • માર્શે 197 બોલમાં ચાર ચોક્કા ફટકાર્યા હતા.
  • મેથ્યુ વેડ(25) અને મિશેલ સ્ટાર્ક(14) નોટ આઉટ રહ્યાં.
  • ઑસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટ ગુમાવી, જેમાંથી 3 વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી.
  • આ સિવાય અશ્વિન, ઉમેશ અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ લીધી.
  • ભારતીય ટીમ માટે પહેલી ઇનિંગમાં લોકેશ રાહુલ(90) પછી કરણ નાયરે(26) સૌથી વધુ ફાળો આપ્યો.
  • ચાર મેચોની આ શ્રૃંખલામાં ઑસ્ટ્રેલિયા 1-0થી આગળ છે.
English summary
Update of India vs Australia Bengaluru test day 2 scorecard.
Please Wait while comments are loading...