For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvSL: પૂજારા-રહાણેની સદી, ભારતનો સ્કોર 344/3

ભારત વિ. શ્રીલંકા: 2જી ટેસ્ટ મેચ, 1લો દિવસ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ આજે એટલે કે ગુરૂવારે કોલંબોમાં રમાઇ હતી. ભારતે પહેલી ટેસ્ટ મેચમાં 304 રનના અંતરથી જીત મેળવી હતી, ભારત આ સીરિઝમાં 1-0થી આગળ છે. આ મેચમાં કપ્તાન વિરાટ કોહલીની સેના જીતવાનો પૂરો પ્રયત્ન કરશે. નોંધનીય છે કે, છેલ્લી મેચ બોલર આર.અશ્વિનના કરિયરની 50મી મેચ હતી, તો ગુરૂવારની મેચ ભારતીય રન મશીન ચેતેશ્વર પૂજારાના કરિયરની 50મી મેચ હતી, જેમાં તેમણે અદભૂત ઇતિહાસ રચ્યો હતો.

india vs sri lanka

ગુરૂવારે શ્રીલંકા સામે ફરી એકવાર ભારતીય ટીમની નવી ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી. બેટ્સમેન કે.એલ.રાહુલની આ મેચ સાથે વાપસી થઇ હતી અને તેમણે શિખર ધવન સાથે મળી મેચની શરૂઆત કરી હતી.

સ્કોર અપડેટ્સ:

  • બીજી ટેસ્ટ મેચના 1લા દિવસે ટીમ ઇન્ડિયાએ 90 ઓવરમાં 3 વિકેટના નુકસાન સાથે 344 રન બનાવ્યા
  • ચેતેશ્વર પૂજારા 128 રન અને અજિંક્ય રહાણે 103 રન સાથે નોટ આઉટ
  • રહાણેએ ફટકારી સદી, રહાણેએ 9 માંથી 6 સદીઓ ભારતની બહાર ફટકારી છે
  • ચેતેશ્વર પૂજારા પોતાની 50 ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ભારતના 7મા અને દુનિયાના 36મા બેટ્સમેન
  • પૂજારાએ ફટકારી સદી, શ્રીલંકા સામની મેચમાં સતત 3જી સદી
  • રહાણેની શાનદાર બેટિંગના પરિણામે 52 ઓવર બાદ ભારતનો સ્કોર 207/3
  • પોતાની 50મી મેચમાં પૂજારાની અર્ધસદી, રહાણેની શાનદાર બેટિંગ
  • 133ના સ્કોર પર ભારતીન 3જી વિકેટ, માત્ર 13 રન બનાવી કપ્તાન કોહલી આઉટ
  • 109ના સ્કોર પર ભારતની 2જી વિકેટ, 57 રન બનાવી કે.એલ.રાહુલ આઉટ
  • કે.એલ.રાહુલની અર્ધ-સદી સાથે ભારતનો સ્કોર 100ની પાર
  • ભારતની સ્થિર બેટિંગ, ધવન બાદ પુજારાએ સંભાળી સ્થિતિ
  • 56ના સ્કોર પર ભારતની 1લી વિકેટ, શિખર ધવન 35(37 બોલ) રન બનાવી આઉટ
  • શિખર ધવનની સુંદર બેટિંગ, ભારતનો સ્કોર 50ની પાર
  • ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા,(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મહમ્મદ શમી

શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India Vs. Sri Lanka: 2nd Test Match, Day 1. Read all the score updates in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X