For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2017: આ 10 વિદેશી ક્રિકેટરો છે આઇપીએલની જાન!

ભારતીય પ્રિમીયર લીગ આ વર્ષે 10 વર્ષની થઇ. આ સીરીઝમાં કયા 10 વિદેશી ખેલાડીઓએ સારું યોગદાન આપ્યું જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આઇપીએલની આ 10મી સીઝન છે. ગત દસ વર્ષોમાં આઇપીએલ એ ક્રિકેટ રસિયાના મનમાં એક ખાાસ જગ્યા બનાવી લીધી છે. અને સાથે જ આઇપીએલના ખેલાડીઓએ પણ. આઇપીએલ દ્વારા જેટલા ભારતીય ખેલાડીઓને નામના મળી છે તેટલી જ નામના વિદેશી ખેલાડીઓને પણ મળી છે. યુનિર્વસલ બોસ નામને જાણીતા ક્રિસ ગેઈલ વાત હોય કે ડેવિડ વોર્નરની, આ છે આઇપીએલના ઇતિહાસના 10 સારા વિદેશી ક્રિકેટરો જેમનું યોગદાન આ સિરીઝમાં મહત્વનું રહ્યું છે.

ipl

1. ક્રિસ ગેઈલ
ક્રિસ ગેઇલને યુનિવર્સ બોસ કહેવામાં આવે છે. આઇપીએલમાં તે સૌથી લાડકવાયા વિદેશી ખેલાડી છે. વિવાદોના કિંગ તેવા ક્રિસ ગેઈલ ટી 20 સ્પેશ્યાલિસ્ટ છે. અને તેમણે અત્યાર સુધીમાં ટી-20માં 10,000 રન ફટકાર્યા છે.

2. ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર પણ આઇપીએલના ટોપ 10 કેપ્ટનમાંથી એક છે જેણે આઇપીએલમાં ખાસ નામના મેળવી છે. ડાબોડી બેટ્સમેન તેવા ડેવિડે 2009 થી આઇપીએલ રમવાની શરૂ કરી અને અત્યાર સુધી 107 મેચો રમી છે.

3. એબી ડી વિલિયર્સ
એબી ડી વિલિયર્સ ભારતીય ક્રિકેટ ચાહકોમાં Mr360ના નામે ખૂબ જ લોકપ્રિય છે. તેણે અત્યાર સુધીમાં આરસીબી માટે રમતા 124 મેચ રમી છે જેમાં તેણે 3402 રન ફટકાર્યા છે. જમણા હાથથી રમતા આ બેટ્સમેને અત્યાર સુધીમાં 152 છગ્ગા આ હરિફાઇમાં માર્યા છે.

4. શેન વોટસન
ઓસ્ટ્રેલિયાના શેન વોટસન પહેલા રાજસ્થાન રોયલ્સ માટે રમવાની શરૂઆત કરી હતી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન તેવા શેન વોટસને 99 મેચમાં 2,612 રન બનાવ્યા છે. અને 83 વિકેટ પણ ઝડપી છે. માટે જ આ ઓલરાઉન્ડર ક્રિકેટર લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

5. બ્રેન્ડન મેક્યુલમ
ન્યૂઝીલેન્ડનો આ ક્રિકેટર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લઇ ચૂક્યો હોય પણ તે ટી 20માં જોરદાર પ્રદર્શન આપી રહ્યો છે. તેણે રમેલી 99 મેચમાં તેણે 2698 રન કર્યા છે.

6. લસિથ મલિંગા

શ્રીલંકાના લિથિલ પેસર કહેવાતા મલિંગા છે ટી-20 મેચની જાન. મુંબઇ ઇન્ડિયન માટે 2009થી રમતો લસિથ મલિંગા છે બધાનો ફેવરેટ. તેણે 102 મેચમાં 147 વિકેટ લીધી છે.

7. જેક કાલિસ
સાઉથ આફ્રિકાનો આ ક્રિકેટર હવે આઇપીએલ મેચમાં નથી રમતો. પણ તેનું પર્ફોમન્સના લીધે તે આ લીસ્ટમાં સામેલ છે. 2008 થી 2014ની વચ્ચે તેણે 98 મેચ રમી જેમાં તેણે 2427 રન ફટકાર્યા. જમણા હાથના આ ખેલાડીએ આઇપીએલમાં 17 અર્ધશતક લગાવી છે. અને 65 વિકેટ ઝડપી છે. હાલ તે કેકેઆરના કોચ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.

8. શોન માર્શ
ડાબોડી બેટ્સમેન શોન માર્શ ઓસ્ટ્રેલિયાના ટોપના ખેલાડીમાંથી એક છે. અને આંતરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ રમે છે. તે ઓરેન્જ કપ વિનર પણ રહેલા છે. પંજાબ કિંગ્સ ઇલેવન વતી રમતા તેમણે 64 મેચમાં 2269 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 18 વાર 50 રન ફટકાર્યા છે.

9. બ્રાવો
જમાઇકન ઓલરાઉન્ડર ડ્વેઈન બ્રાવો 2008થી આઇપીએલ રમે છે. અને ત્યારથી લઇને અત્યાર સુધીનું તેમણે સારી રમત આપી છે. પહેલા તે ચેન્નઇ સુપર કિંગ માટે પછાળથી ગુજરાત લાયન્સ માટે રમે છે. 106 મેચમાં બ્રાવોએ 1262 રન કર્યા છે. 122 વિકેટ આપી છે.

10. સુનિલ નરીન
વેસ્ટ ઇન્ડિઝનો આ ક્રિકેટર મિસ્ટ્રી સ્પીનરના નામે જાણીતો છે. 2012થી આઇપીએલમાં રમતા તેણે તેના સ્પીનરના જોરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અને તેણે કેકેઆરની જીતમાં અનેક વાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2017: 10 best overseas players in IPL history; 'Universe Boss' Chris Gayle tops the chart.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X