For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર 10 ટીમો

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)નું 10મું વર્ષ છે, આ 10 વર્ષો દરમિયાન આઇપીએલની કઇ ટીમે સૌથી વધુ રન બનાવ્યા છે એ જાણો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ક્રિકેટનું ટી20 ફોર્મેટ દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયું છે. ક્રિકેટ રસિયાઓને આ મેચ જોવી પસંદ છે એની પાછળ મુખ્ય કારણો જવાબદાર છે, એક તો અન્ય મેચની સરખામણીમાં આ મેચ પૂરી થતાં ઓછો સમય લાગે છે અને બીજું રસાકસીવાળો માહોલ જામતાં વાર નથી લાગતી અને એમાં બેટ્સમેનના ચોગ્ગા અને છગ્ગા જોવાની મજા જ કંઇ અલગ હોય છે.

ક્રિકેટનું આ શોર્ટેસ્ટ ફોર્મેટ ટીમના વિશાળ સ્કોરબોર્ડ, છગ્ગા અને ચોગ્ગાને કારણે પણ વધુ લોકપ્રિય થયું છે. આઇપીએલના આ 10 વર્ષો દરમિયાન દર્શકોને કેટલાક બેટ્સમેનની અદભૂત રમત જોવા મળી છે.

chris gayle

એવા ઘણા કિસ્સાઓ છે, જેમાં ટી20 જેવા ફોર્મેટમાં પણ ટીમે 200થી વધુ સ્કોર કર્યો. ક્યારેક કોઇ સિંગલ બેટ્સમેન તો ક્યારેક આખી ટીમ મળીને આ કમાલ કરી બતાવે છે. ક્રિકેટના આવા જ ટોપ 10 કિસ્સાઓ વિશે આજે માહિતી મેળવીશું.

1. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. પૂને વોરિયર્સ ઇન્ડિયા
તા. 23 એપ્રિલ, 2014

આ મેચમાં ક્રિસ ગેલે સૌથી વધુ 170 રન ફટકાર્યા હતા, આઇપીએલ ના ઇતિહાસમાં આ આજે પણ હાઇએસ્ટ ઇન્ડિવિડ્યૂઅલ ટોટલ છે. પૂને વોરિયર્સ સામેની આ મેચમાં તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારી આઇપીએલની સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો.

મેચનું પરિણામઃ 130 રનથી આરસીબીનો વિજય

2. ચેન્નાઇ સુપર કિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ
તા. 3 એપ્રિલ, 2010

ચેન્નાઇ સુપર કિંગ્સના મુરલી વિજયે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની આ મેચમાં 127 રન ફટકાર્યા હતા. આ કારણે જ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ છેલ્લી 10 ઓવરમાં 155નો આંકડો પાર કરી 246/5 જેટલો વિશાળ સ્કોર કરવામાં સફળ રહી હતી.

ક્રિસ ગેલ પહેલાં આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ મુરલી વિજયના નામે હતો.

મેચનું પરિણામઃ 27 રનથી સીએસકેનો વિજય

3. ચેન્નાઇ સુપર કિંગ્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ
તા. 19 એપ્રિલ, 2008

આઇપીએલની આ બીજી મેચ હતી, જેમાં માઇકલ હસીએ આ ટૂર્નામેન્ટની બીજી સદી ફટકારી હતી અને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમને વિજેતા બનાવવામાં મહેન્દ્ર સિંહ ધોનીની મદદ કરી હતી.

આ મેચમાં સીએસકે ટીમે 5 વિકેટ ગુમાવી 240 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબનો સ્કોર હતો માત્ર 207/4.

મેચનું પરિણામઃ 33 રનથી સીએસકે ટીમનો વિજય

4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. મુંબઇ ઇન્ડિયન્સ
તા. 10 મે, 2015

આરસીબીના કપ્તાન વિરાટ કોહલી(50 બોલમાં 82 રન) અને એબી ડિવિલિયર્સ(133-નોટ આઉટ 59 બોલમાં)ની 215 રનની યાદગાર ભાગીદારી સૌને યાદ જ હશે.

આ શાનદાર ભાગીદારીને પરિણામે પહેલી વિકેટ બાદ આરસીબીનો સ્કોર હતો 235/1.

મેચનું પરિણામ - આરસીબી 30 રનથી વિજેતા

5. કિંગ્સ ઇલેવન પંજાબ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
તા. 17 મે, 2011

આ મેચમાં એડમ ગિલક્રિસ્ટે 55 બોલમાં 106 રન ફટકાર્યા હતા. એડમે આ શાનદાર સદીમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જે પછી કિંગ્સ ઇલેવન પંજાબનો સ્કોર હતો 232/2.

મેચનું પરિણામઃ KXIP 111 રનથી વિજેતા

6. કિંગ્સ ઇલેવન પંજાબ વિ. ચેન્નાઇ સુપર કિંગ્સ
તા. 7 મે, 2014

આ મેચમાં ગ્લેન મેક્સવેલે 38 બોલમાં 90 રન ફટકાર્યા હતા, આ યોદગાનના ફળ સ્વરૂપ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ 231/4 સ્કોર કરવામાં સફળ રહી હતી.

મેચનું પરિણામઃ 44 રનથી KXIP વિજેતા

7. દિલ્હી ડેરડેવિલ્સ વિ. કિંગ્લ ઇલેવન પંજાબ
તા. 23 એપ્રિલ, 2011

દિલ્હી ડેરડેવિલ્સ તરફથી મેચની શરૂઆત કરવા આવેલ ડેવિડ વોર્નર અને વિરેન્દ્ર સહેવાગે 50થી વધુ રન ફટકાર્યા હતા, જેના ફળ સ્વરૂપ તેમની ટીમનો સ્કોર હતો 231/4.

મેચનું પરિણામઃ દિલ્હી ડેરડેવિલ્સ 29 રનથી વિજેતા

8. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ
તા. 12 એપ્રિલ, 2016

એબી ડેવિલિયર્સ(82) અને વિરાટ કોહલી(75)એ મળીને 157 રન ફટકાર્યા હતા. આરસીબીનો ટોટલ સ્કોર હતો 227/4.

મેચનું પરિણામઃ આરસીબી 45 રનથી વિજેતા

9. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. કિંગ્સ ઇલેવન પંજાબ
તા. 6 મે, 2015

ક્રિસ ગેલે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં માત્ર 57 બોલમાં 117 રન ફટકાર્યા હતા. આ મેચમાં આરસીબીનો સ્કોર હતો 226/3.

મેચનું પરિણામઃ આરસીબી 138 રનથી વિજેતા

10. કિંગ્સ ઇલેવન પંજાબ વિ. ચેન્નાઇ સુપર કિંગ્સ
તા. 30 મે, 2014

કિંગ્સ ઇલેવન પંજાબના વિરેન્દ્ર સહેવાગે માત્ર 58 બોલમાં 122 રન ફટકાર્યા હતા. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબનો સ્કોર હતો 226/6.

મેચનું પરિણામઃ KXIP 24 રનથી વિજેતા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
As Indian Premier League enters its tenth year we look at the 10 highest team totals in the history of the IPL.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X