For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DD vs RCB: કોહલીની જીત, બેંગ્લોર 10 રનથી મેચ જીત્યું

આઇપીએલ 10ની 56મી મેચ દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10ની આ અંતિમ લીગ મેચ હતી. જો કે, આઇપીએલ પ્લેઓફની ચાર ટીમો નક્કી થઇ ચૂકી છે એટલે આ મેચની હાર-જીતથી આઇપીએલના મુકાબલામાં કોઇ ફરક પડવાનો નથી. દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં કપ્તાન કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત થઇ હતી.

DD vs RCB
  • દિલ્હી ડેરડેવિલ્સની ટીમે 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા.
  • દિલ્હી ડેરડેવિલ્સના ઝહીર ખાન(1) નોટ આઉટ
  • દિલ્હીની 10મી વિકેટ નદીમ(2)ના રૂપમાં પડી, આ વિકેટ પણ પવન નેગીએ લીધી.
  • દિલ્હીની 9મી વિકેટ મોહમ્મદ શમી(21)ના રૂપમાં પડી, આ વિકેટ પણ પવન નેગીએ લીધી.
  • દિલ્હીની 8મી વિકેટ અમિત મિશ્રા(7)ના રૂપમા ંપડી, આ વિકેટ પવન નેગીએ લીધી.
  • દિલ્હીની 7મી વિકેટ ઋષભ(45)ના રૂપમાં પડી, આ સાથે જ હર્ષલે ત્રીજી વિકેટ લીધી.
  • દિલ્હીની 6ઠ્ઠી વિકેટ, પેટ કમિન્સ 7 રન બનાવીને આઉટ, આ વિકેટ પણ ટ્રેવિસે લીધી.
  • દિલ્હીની ટીમને પાંચમો ફટકો એન્ડરસન(3)ના રૂપમાં પડ્યો, આ વિકેટ ટ્રેવિસે લીધી.
  • દિલ્હીને ચોથો ફટકો માર્લન(0)ના રૂપમાં પડ્યો, આ વિકેટ પણ હર્ષલ પટેલે લીધી.
  • દિલ્હીની ત્રીજી વિકેટ શ્રેયસ નાયર(32)ના રૂપમાં પડી, આ વિકેટ હર્ષલ પટેલે લીધી.
  • દિલ્હીની બીજી વિકેટ, કરુણ નાયર(26) આઉટ. આ વિકેટ શેન વોટસને લીધી.
  • દિલ્હીની પહેલી વિકેટ, સંજૂ સેમસન(0) આઉટ. આ વિકેટ આવેશ ખાને લીધી.
  • દિલ્હીનો પહેલો રન થાય એ પહેલા જ વિકેટ પડી.
  • દિલ્હી ડેરડેવિલ્સને મળ્યો 162 રનનો લક્ષ્યાંક.
  • આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા.
  • આરસીબીના શેન વોટસન(4) અને પવન નેગી(13) નોટ આઉટ.
  • આરસીબીની 6ઠ્ઠી વિકેટ સચિન(12)ની રૂપમાં પડી, આ વિકેટ પેટ કમિન્સે લીધી.
  • આરસીબીની 5મી વિકેટ, કેદાર જાધવ(12) રનઆઉટ. કેદારને પેટ કેમિન્સે રન આઉટ કર્યા.
  • આરસીબીની 4થી વિકેટ, કપ્તાન વિરાટ કોહલી(58) આઉટ, આ વિકેટ ઝહીર ખાને લીધી.
  • આરસીબીની 3જી વિકેટ, ટ્રેવિસ હેડ(2) રન આઉટ, શ્રેયસ ઐયરે કર્યા રન આઉટ.
  • કોહલીએ અર્ધ-સદી ફટકારી, 39 બોલમાં 50 રન પૂરા કર્યા
  • આરસીબીની મળ્યો બીજો ઝાટકો, ક્રિસ ગેલ(48) આઉટ, આ વિકેટ નદીમે લીધી.
  • આરસીબીને પહેલો ઝાટકો, વિષ્ણુ વિનોદ(3) આઉટ, આ વિકેટ પેટ કમિન્સે લીધી.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટીમોઃ
દિલ્હી ડેરડેવિલ્સ - સંજૂ સેમસન, કરણ નાયર, શ્રેયસ ઐયર, ઋષભ પંત(વિકેટ કીપર), માર્લન સેમ્યુલસ, કોરી એંડરસન, પેટ કમિન્સ, અમિત મિશ્રા, મોહમ્મદ શામી, શાહબાજ નદીમ, ઝહીર ખાન(કપ્તાન)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ક્રિસ ગેલ, વિરાટ કોહલી(કપ્તાન), વિષ્ણુ વિનોદ, ટ્રેવિસ હેડ, કેદાર જાધવ(વિકેટ કીપર), શેન વોટસન, સચિન બેબી, પવન નેગી, હર્ષલ પટેલ, આવેશ ખાન, યજ્વેન્દ્ર ચહલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2017 Delhi Daredevils vs Royal Challengers Bangalore 56th match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X