For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL10 : રોમાંચક મેચમાં પુણેની જીત, મુંબઇને 7 વિકેટેથી હરાવ્યું

ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ના દસમા સીઝનના બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસની ટીમ રમાશે

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની દસમી સિઝનની બીજી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ્સની ટીમ વચ્ચે રમાઇ હતી. આ મુકાબલામાં પૂણેની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ipl

આઇપીએલ-10ની બીજી મેચમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું હતું. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને અંતિમ ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. પૂણેના કેપ્ટન સ્ટીવ સ્મિથે આક્રમક રમત રમતા 84* રન બનાવ્યા હતા.

  • સ્ટોક્સના રૂપમાં પુણેને ત્રીજો ફટકો લાગ્યો હતો
  • રહાણેના રૂપમાં પુણેને બીજો ફટકો લાગ્યો હતો
  • રહાણેએ 34 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 60 રન ફટકાર્યા હતા.
  • મયંક અગ્રવાલ 6 રને મેકલેરેઘનની ઓવરમાં કેચ આઉટ થઇ ગયો હતો .

મુંબઈ ઈનિંગ!

  • આઇપીએલ-10ની બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને જીતવા 185 રનનો ટાર્ગેટ આપ્યો છે.
  • મુંબઇ ઇન્ડિયન્સની 20 ઓવરમાં 8 વિકેટે સાથે 185 રન બનાવ્યા હતા.
  • હાર્દિક પંડ્યાએ ડિન્ડાની છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરતાં ચાર સિક્સ અને એક ફોર ફટકારી હતી.
  • મુંબઇ તરફથી જોસ બટલરે (38), હાર્દિક પંડ્યાએ (35) તેમજ નિતીશ રાણાએ (34) )રનથી સૌથી વધુ સ્કોરર કર્યો
  • પુણે તરફથી ઇમરાન તાહિરે 3 અને રજત ભાટિયાએ 2 વિકેટ લીધી હતી.
  • ડિન્ડાએ પોતાની અંતિમ ઓવરમાં 30 રન આપ્યા હતા.
  • અંબાતી રાયુડૂ 10 રન બનાવી આઉટ થયો હતો.
  • પાર્થિવ પટેલ 19 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો.
  • ત્યારબાદ રોહિત શર્મા 3 રને તાહિરની ઓવરમાં આઉટ થયો હતો.
  • જોસ બટલર પણ 38 રને ઇમરાન તાહિરની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
  • નિતીશ રાણા 34 રનમાં આઉટ થયો હતો
રોહિત લાંબા સમયથી ઘાયલ હોવાના કારણે ભારતીય ટીમની બહાર છે અને હવે તેઓ આઈપીએલના મારફતે જૂનમાં થનારી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે ટીમમાં પોતાની દાવેદારી સાબિત કરવા માંગો છો.

ટીમ :

રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ: અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, મનોજ તિવારી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન),બેન સ્ટોક્સ,મહેન્દ્રસિંહ ધોની, રજત ભાટિયા, દીપક ચહર, એડમ ઝમ્પા, અશોક ડિન્ડા, ઇમરાન તાહિર

મુંબઇ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), પાર્થિવ પટેલ, જોસ બટલર, અંબાતી રાયુડૂ, નિતેશ રાણા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મેકલેરેઘન, જસપ્રિત બુમરાહ, ટિમ સાઉથી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rising Pune Supergiant take Mumbai Indians in the second of IPL 2017 at the MCA Stadium, Pune on April 6, here is live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X