For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ -10 : કેકેઆરએ ગુજરાતને 10 વિકેટેથી હરાવ્યું!

આઇપીએલ -10 ની ત્રીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે ગુજરાતના રાજકોટમાં, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જાણો તે અંગે તમામ અપટેડ અહીં.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10 ની આજે છે ત્રીજી મેચ. જે ગુજરાતના રાજકોટમાં રમાઇ રહી છે. આ મેચ કેકેઆર અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાઇ રહી છે. ગુજરાતના રાજકોટમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિમાં હાલ મોટી સંખ્યામાં લોકો આ મેચને માણવા માટે ઉમટી પડ્યા છે. આ મેચથી શરૂઆત ભવ્ય કાર્યક્રમ સાથે થઇ હતી. જેમાં ટાઇગર શ્રોફએ બોલીવૂડ ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આ મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

cricket

મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન ગૌતમ ગંભીર અને ગુજરાત કપ્તાન સુરેશ રૈના આઇપીએલ તેમના અભિયાનની શરૂવાત જીતથી કરવા માગે છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ :

આઇપીએલ-10ની ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું હતું. 184 રનના ટાર્ગેટને કેકેઆરએ 14.5 ઓવરમાં જ મેળવી લીધો હતો. કોલકાતા તરફથી બન્ને ઓપનર ક્રિસ લિન 93 રન અને ગૌતમ ગંભીર 76 રન ફટકારીને આઈપીએલ સિઝન-10માં જીત સાથે પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી હતી. આ ઇનિંગ બદલ ક્રિસ લિનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતોગુજરાત લાયન્સે ઈનિંગ!

ગુજરાત લાયન્સ :

  • સુરેશ રૈનાએ 68 અને દિનેશ કાર્તિકના 47 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 183 રન બનાવ્યા હતા.
  • કુલદીપ યાદવની ઓવરમાં એરોન ફિન્ચ 15 રને આઉટ.
  • દિનેશ કાર્તિક 6 ફોર અને 2 સિક્સ મદદથી 47 ફટકાર્યા હતા.
  • જેસન રોય રૂપમાં ગુજરાત લાયન્સ પહેલો ફટકો લાગ્યો હતો
  • પીયુષ ચાવલાની ઓવરમાં જેસન રોય 14 રને યુસુફ પઠાણને કેચ આપી બેઠો હતો.
  • ગુજરાત લાયન્સ બીજો ફટકો. બ્રેન્ડન મેક્કુલમ 35 રને આઉટ.
  • ગુજરાત લાયન્સ તેમની ત્રીજી વિકેટ ગુમાવી છે.
  • કુલદીપ યાદવની ઓવરમાં એરોન ફિન્ચ 15 રને આઉટ.

ટીમઃ

ગુજરાત લાયન્સ - જેમ્સ ફૉકનર, બ્રૈંડમ મૈક્કુલમ, ડ્વેન બ્રાવો, એરોન ફિંચ, ડ્વેન સ્મિથ, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, ઇશાન કુમાર, પ્રદીપર સાંગવાન, શિવિલ કૌશિક, શાદાબ જકાતી, જયદેશ શાહ, જેસન રૉય, ચિરાગ સૂરી, બાસિલ થંપી, મનપ્રીત ગોની, નાથૂ સિંહ, તેજસ સિંહ, મુનાફ પટેલ, આકાશ દીપ, શુભમ અગ્રવાલ, પ્રથમ સિંહ, શૈલી શૌર્યા

કલકત્તા નાઇટ રાઇડર્સ - સુનીલ નરેન, આંદ્રે રશેલ, શકીબ અલ હસન, ક્રિસ લિન, ગૌતમ ગંભીર, કુલદીપ સિંહ, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, પિયૂષ ચાવલા, રૉબિન ઉથપ્પા, ઉમેશ યાદવ, યુસુફ પઠાણ, શેલ્ડન જેક્સન, સિંહ રાજપૂત, ટ્રેંટ બોલ્ટ, ક્રિસ વોક્સ, નાથન કૂલ્ટર નાઇલ, રોમેન પૉવેલ, ડરેન બ્રાવો, ઋષિ ધવન, આર.સંજય યાદવ, ઇશાન જગ્ગી, સયાન ઘોષ, કોલિન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2017 match report 3 gujarat lions vs kkr at rajkot stadium.Read here more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X