For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10: પ્લેઓફમાં RPSની એન્ટ્રી, પંજાબને 9 વિકેટથી હરાવ્યું

પૂનાની ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, તો કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ 10ની સફર અહીં જ પૂરી થાય છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10માં આજે 55મી મેચ રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટોડિયમમાં આ મેચ રમાયેલી આ મેચમાં રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમ બાજી મારી ગઇ છે. પૂનાની ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, તો કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ 10ની સફર અહીં જ પૂરી થાય છે.

RPS vs KXIP
  • રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને 9 વિકેટથી હરાવી.
  • રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમે 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 78 રન બનાવ્યા છે.
  • રાઇઝિંગ પૂના સુપરજાયન્ટના અજિંક્ય રહાણે(35) અને સ્ટિવન સ્મિથ(15) નોટ આઉટ.
  • પૂનાને પહેલો ઝાટકો મળ્યો રાહુલ ત્રિપાઠી(28)ના રૂપમાં, આ વિકેટ અક્ષર પટેલે લીધી.
  • રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમને મળ્યો 74 રનનો લક્ષ્યાંક.
  • 16 વિકેટ પૂરી થતાં પહેલાં જ માત્ર 73 રન બનાવી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ થઇ ઓલ આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 15.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા છે.
  • સંદીપ શર્મા(0) નોટ આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 10મી વિકેટ, મોહિત શર્મા 6 રન બનાવી આઉટ. આ વિકેટ પણ એડમે લીધી.
  • પંજાબની 9મી વિકેટ, ઇશાંત શર્મા માત્ર 1 રન બનાવી આઉટ. આ વિકેટ એડમે લીધી.
  • પંજબને 8મો ફટકો, સ્વપ્નિલ સિંહ(10) પણ આઉટ, આ વિકેટ જયદેવ ઉનાદકટે લીધી.
  • પંજાબની 7મી વિકેટ, અક્ષર પટેલ(22) આઉટ. આ વિકેટ ડેનિયલ ક્રિશ્ચિયને લીધી.
  • પંજાબની છઠ્ઠી વિકેટ, રિદ્ધિમાન સાહા(13) આઉટ. આ વિકેટ ડેનિયલ ક્રિશ્ચિયને લીધી.
  • રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ(રાહુલ, ગ્લેન મેક્સવેલ અનેશોન માર્શ) લીધી.
  • પંજાબની પાંચમી વિકેટ, ગ્લેન મેક્સવેલ(0) પણ આઉટ, આ વિકેટ પણ શાર્દુલ ઠાકુરે લીધી.
  • પંજાબને ચોથો ફટકો, રાહુલ 4 રન બનાવી આઉટ, આ વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી.
  • પંજાબની ત્રીજી વિકેટ, ઇયાન મોર્ગન(4) રનઆઉટ.
  • પંજાબને બીજો ઝાટકો શોન માર્શ(10)ના રૂપમાં મળ્યો, આ વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી.
  • પંજાબના માર્ટિન ગુપ્ટિલ પહેલા જ બોલમાં આઉટ, આ વિકેટ જયદેવ ઉનાદકટે લીધી.
  • રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટીમોઃ

રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ - અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવન સ્મિથ(કપ્તાન), મનોજ તિવારી, બેન સ્ટોક્સ,એમએસ ધોની(વિકેટ કીપર), ડેનિયલ ક્રિશ્ચન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનાદકટ, એડમ જંપા

કિગ્સ ઇલેવન પંજાબ - માર્ટિન ગુપ્ટિલ, રિદ્ધમાન સાહા(વિકેટ કીપર), ગ્લેન મેક્સવેલ(કપ્તાન), શૉન માર્શ, ઇયોન મોર્ગન, અક્ષર પટેલ, રાહુલ ટેવતિયા, સ્વપ્નિલ સિંહ, મોહિત શર્મા, ઇશાંત શર્મા, સંદીપ શર્મા

{promotion-urls}

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL match live rising Pune Supergiant vs Kings XI Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X