For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10: ધોની છે આઇપીએલના 10 શ્રેષ્ઠ કેપ્ટનના લિસ્ટમાં નંબર-1

આઇપીએલના ઇતિહાસમાં 10 સૌથી સફળ અને સૌથી સારું પ્રદર્શન કરનાર 10 કેપ્ટનનું લીસ્ટ વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

આઇપીએલ ભારતમાં એક મોટી બ્રાંડ બનીને બહાર આવ્યું છે. જેણે ખાલી વિદેશી જ ખેલાડીઓને નહીં પણ ભારતીય ખેલાડીઓને પણ રમવાનો અવસર આપ્યો છે. સાથે જ આ પ્લેટફોર્મ દ્વારા રાષ્ટ્રીય ટીમમાં પોતાની જગ્યા ન બનાવી શકનાર ખેલાડીઓને પણ ક્રિકેટ જગતમાં છવાઇ જવાનો અદ્ધભૂત અવસર મળ્યો છે. આઇપીએલ સૌથી વધુ દેખનારી ટી -20 લીગ બની ગઇ છે. ત્યારે ગત 10 સીઝન દરમિયાન કોણ કોણ રહ્યા છે અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ કેપ્ટન તે અંગેનું લિસ્ટ વાંચો અહીં....

Read Also: આ છે IPLના ટોપ 10 સ્કોર્સ, ગેલથી લઇને સહેવાગ સુધી

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

તે વાતમાં તો શંકાને કોઇ સ્થાન નથી કે આ લિસ્ટમાં કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનું નામ મોખરે છે. તેમણે ચેન્નઇ અને પુણે ટીમમાં કુલ 143 મેચોમાં કપ્તાની કરી છે. જેમાંથી 83 મેચો જીતી છે અને 59 મેચ હાર્યા છે. એટલું જ નહીં આઇપીએલની 9 સીઝનમાં ધોની કેપ્ટન રહી ચૂક્યા છે. અને તેની કેપ્ટનશીપ હેઠળ તેમણે અનેક મેચોમાં જીત મેળવી સાબિત કરી લીધુ છે કેમ છે તે બેસ્ટ ઓફ ધ બેસ્ટ!

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગંભીર કેકેઆરની તરફથી 2011થી કેપ્તાન તરીકે રમી રહ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ આ ટીમે બે આઇપીએલ મેચ જીતી ચૂક્યા છે. વળી તેમણે આઇપીએલમાં અત્યાર સુધી 34 વાર અર્ધશતક ફટકારી છે. અને 65 મેચ જીતી છે. અને માત્ર 34 મેચમાં જ હાર્યા છે.

રોહિત શર્મા

રોહિત શર્મા

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા તેમની ટીમને બે વાર આઇપીએલ જીતાડી ચૂક્યા છે. 2013માં ટીમના કેપ્ટન બન્યા પછી તેમણે 63 મેચો રમી જેમાંથી 38માં તેમને જીત મળી છે. અને 25 મેચ તે હાર્યા છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી 2011થી ટીમના કેપ્ટન છે. તેમણે કેપ્ટન તરીકે અનેક વાર રન ભેગા કર્યા છે. આરસીબીની કુલ 75 મેચમાં કેપ્ટન તરીકે વિરાટે 37 મેચોમાં જીત મેળવી છે અને 33માં હાર. વળી બે મેચમાં ટાઇ રહી હતી.

એડમ ગિલક્રિસ્ટ

એડમ ગિલક્રિસ્ટ

ઓસ્ટ્રેલિયાના નામી ખેલાડી અને વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટ, ડેક્કન ચાર્ઝર્સ અને પંજાબની ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. 2008 અને 2013માં ગિલક્રિસ્ટે કુલ 74 મેચ કેપ્ટન તરીકે રમી. જેમાંથી તેમણે 35 મેચમાં જીત મેળવી અને 39 મેચોમાં હાર.

શેન વાર્ન

શેન વાર્ન

શેન વાર્ન રાજસ્થાન રોયલ્સ માટે 2008 થી 2011 વચ્ચે કેપ્ટનની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે કુલ 55 મેચો રમી જેમાંથી 30 મેચ તેમની ટીમ જીતી અને 24માં તે હાર્યા હતા. વળી એક મેચમાં ટાઇ પણ પડી હતી.

ડેવિડ વાર્નર

ડેવિડ વાર્નર

વાર્નર સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન છે. તેમણે ટીમને ચેપ્યિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હૈદરાબાદની કુલ 39 મેચમાં તે કેપ્ટન રહ્યા છે. જેમાંથી તેમણે 22માં જીત મેળવી છે અને 17 મેચમાં હાર મેળવી છે.

વીરેન્દ્ર સહેવાગ

વીરેન્દ્ર સહેવાગ

દિલ્હી ડેયર ડેવિલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબના શાનદાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે 2008થી 2015ની વચ્ચે કેપ્ટન તરીકે કુલ 53 મેચ રમી છે. જેમાંથી 29માં તેમને જીત મળી છે અને 24માં હાર.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી, ક્રિકેટના ભગવાન સમાન સચિન તેંડુલકરે મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષ 2008 થી લઇને 2011 સુધી કેપ્ટનશીપ નીભાવી છે. આ દરમિયાન તેમણે 51 મેચ રમી છે. અને તેમાંથી તેમની ટીમને 30 મેચમાં જીત મળી છે. જ્યારે 21માં હાર મળી છે.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન, ધ વોલ નામે જાણીતા રાહુલ દ્રવિડે વર્ષ 2008 થી 2011 વચ્ચે આરસીબી અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે ફરજ બજાવી છે. તેમણે રમેલી કુલ 48 મેચમાં તેમણે 22માં જીત મેળવી છે અને 26માં તેમની ટીમ હારી છે.

વધુ વાંચો :

વધુ વાંચો :

આઇપીએલના ઇતિહાસમાં બોલિંગ ક્ષેત્રે કોનો ડંકો વાગે છે જાણો વિગતવાર અહીં..

IPL 10 : આઇપીએલના ઇતિહાસમાં આ છે ટોપ 10 બોલિંગ સ્ટાર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
As Indian Premier League enters its tenth year we look at the 10 most successful captains in the history of the IPL. Indias most successful captain MS sits comfortably at the top.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X