For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિશાનેબાજી વર્લ્ડ કપમાં જીતૂ રાયે જીત્યું ગોલ્ડ મેડલ

ભારત માટે સિંગલ ઇવેન્ટમાં આ ભારતનું પહેલું ગોલ્ડ મેડલ છે. બીજી ખાસ વાત એ છે કે, આ ઇવેન્ટનું સિલ્વર મેડલ પણ ભારત ખાતે આવ્યું છે. સિલ્વર મેડલ અમનપ્રીત સિંહે મેળવ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલાં આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં આજે બુધવારના રોજ સ્ટાર શૂટર જીતૂ રાયે ગોલ્ડ મેડલ જીતી ભારતની પ્રસિદ્ધિમાં વધારો કર્યો છે. જીતૂ રાયે 50 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. ભારત માટે સિંગલ ઇવેન્ટમાં આ ભારતનું પહેલું ગોલ્ડ મેડલ છે. બીજી ખાસ વાત એ છે કે, આ ઇવેન્ટનું સિલ્વર મેડલ ભારત ખાતે આવ્યું છે. સિલ્વર મેડલ અમનપ્રીત સિંહે મેળવ્યું છે.

jeetu rai

આ પહેલાં સોમવારે જીતૂ રાયે અને હિના સિદ્ધુએ ટુર્નામેન્ટમાં 10 મીટર પિસ્ટલ મિક્સ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. જીતૂએ મંગળવારે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યુ હતું. આ પહેલાં 24 ફેબ્રુઆરીના રોજ ભારતીય નિશાનેબાજ પૂજા ઘટકરે નિશાનેબાજી વિશ્વકપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ISSF Shooting World Cup Jitu Rai Wins Gold Amanpreet Singh wins Silver.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X