For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICCએ કર્યા ક્રિકેટના નિયમોમાં ફેરફાર, 10 પરિવર્તનો આ પ્રમાણે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઇસીસીએ ઘણા બધા પરિવર્તનો કર્યા છે, જેના કારણે ક્રિકેટને વધારે રોમાંચક બનાવી શકાય. એક દિવસીય મેચો સહિત ટેસ્ટ અને ટી-20 મેચોમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમોને બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે શરૂ થઇ રહેલી મેચોમાં લાગુ કરવામાં આવશે.

આ નવા નિયમો બાદ માનવામાં આવી રહ્યું છે કે બોલરોને હવે ઘણી રાહત મળી રહેશે. નવા નિયમો બાદ ક્રિકેટની રમતમાં ઉત્સાહ, અને રોમાંચમાં વધારો થશે. આઇસીસી દ્વારા કયા નિયમોને હળવા કરવામાં આવ્યા અને કયા નિયમોને કડક કરવામાં આવ્યા આ લેખ દ્વારા આપણે જાણીશું.

આવો જોઇએ આઇસીસી દ્વારા ક્રિકેટમાં શું પરિવર્તન કરવામાં આવ્યા છે...

1

1

હવે પહેલી 10 ઓવરોમાં ફિલ્ડિંગમાં કોઇપણ જાતની પાબંદી નહીં હોય.

2

2

બેટિંગ પાવર પ્લેને ખતમ કરી દેવામાં આવ્યું છે.

3

3

41-50 ઓવરની વચ્ચે પાંચ ખેલાડી બાઉંડ્રી પર લગાવી શકાય છે.

4

4

જો મેચનું પરિણામ નજીક હોય તો લંચનો સમય અથવા કોઇ પણ પ્રકારનો બ્રેક થવાનો હોય તો કપ્તાન એમ્પાયરને અપીલ કરી શકે છે કે 15 મિનિટ સુધી અથવા 4 ઓવર સુધી રમતને આગળ વધારી શકાય છે.

5

5

મેચનો નિર્ણય નજીક હોય અને બ્રેક ચાલી રહ્યો હોય તો રેફરી ઇચ્છે તો બ્રેકના સમયને ઓછો કરી શકે છે.

6

6

વનડે અને ટી-20માં હવે કોઇ પણ પ્રકારનો નો બોલ પર ફ્રી હિટ આપવામાં આવશે. જે બેટ્સમેન માટે લાભદાયક રહેશે.

7

7

હવે બેટ્સમેન દ્વારા બોલ રમતા પહેલા ફિલ્ડરો અને વિકેટ કીપરને પોતાનું સ્થાન બદલવાની પરવાનગી આપવામાં આવી છે.

8

8

હવે બોલર પોતાની એક્શન પૂર્ણ કર્યા પહેલા નોન સ્ટ્રાઇકર એંડ પર ઉભેલા બેટ્સમેનને રન આઉટ કરી શકે છે.

9

9

મેદાનમાં લાગેલા સ્પાઇડર કેમેરા સાથે બોલ અથડાતા ફીલ્ડ એમ્પાયર હવે ટીવી એમ્પાયરને પોતાના મંતવ્ય આપી શકે છે કે બોલ સ્પાઇડર કેમેરાને અડ્યો કે નહીં.

10

10

હવે ડીઆરએસ માટે બંને ટીમને 15 સેકંડની અંદર એમ્પાયરને સંપર્ક કરવો પડશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The new playing conditions for Tests, One Day Internationals (ODIs) and Twenty20 Internationals (T20Is) have come into effect with the series between Bangladesh and South Africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X