For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત શર્માની સામે ધોનીની ટીમ પરાસ્ત, મુંબઇ પહોંચ્યું ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 મે: આઇપીએલ 8ની શરૂઆતમાં જે પ્રકારે મુંબઇની ટીમ રમી રહી હતી જેને જોઇને કોઇને પણ અંદાજો સુધ્ધા ન્હોતો કે રોહિત શર્માની આ ટીમ આ સિરીઝની ફાઇનલમાં પહોંચી જશે. મંગળવારે રમાયેલ મહત્વની પ્લેઓફમાં રોહિતની ટીમ સંપૂર્ણપણે ધોનીની ટીમ પર ભારે રહી અને 25 રનોથી તેને માત આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી.

પરંતુ હજી પણ ધોનીની ટીમ એટલે કે સુપર કિંગ્સની આશાઓ સંપૂર્ણ રીતે ખતમ નથી થઇ તથા તેમને હવે 22 મેના રોજ રાંચીમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલોરની વચ્ચે થનારી એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાવવું પડશે. ત્યાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે ચેન્નઇને હરાવ્યા બાદ મુંબઇની ટીમ આઇપીએલ ઇતિહાસમાં ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે. તથા સુપર કિંગ્સ બાદ સૌથી વધારે ફાઇનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઇ છે.

અત્રે ઉલ્લેખની છે કે મુંબઇ ઇન્ડિયન્સે મંગળવારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી લેંડલ સિમંસ (65) અને કિરોન પોલાર્ડ (41)ની શાનદાર પારીના કારણે 187 રનોનું પડકારપૂર્ણ સ્કોર ઊભુ કર્યું અને ત્યારબાદ સુપર કિંગ્સની આખી ટીમને 19 ઓવરમાં 162 રનો પર ઢેર કરી દીધી.

મુંબઇએ આપી ચેન્નઇને માત

મુંબઇએ આપી ચેન્નઇને માત

મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપર કિંગ્સને આપી 25 રને માત.

મલિંગા

મલિંગા

મલિંગા ચેન્નઇની વિકેટ લેતા હરખમાં.

મુંબઇનો જશ્ન

મુંબઇનો જશ્ન

25 રને ધોની ટીમને માત આપતા મુંબઇની ટીમે મેદાનમાં જ જશ્ન મનાવવાની શરૂઆત કરી લીધી.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા પણ કંઇ ખાસ કમાલ દેખાડી શક્યો નહીં.

મુંબઇના બોલરો હાવી

મુંબઇના બોલરો હાવી

મુંબઇના બોલરો ચેન્નઇના ધુરંધરો પર હાવી રહ્યા અને એક પછી એક પેવેલિયન ભેગા થઇ ગયા.

પાર્થીવ પટેલ

પાર્થીવ પટેલ

મંગળવારે રમાયેલ મહત્વની પ્લેઓફમાં રોહિતની ટીમ સંપૂર્ણપણે ધોનીની ટીમ પર ભારે રહી અને 25 રનોથી તેને માત આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી.

હરભજન સિંહ

હરભજન સિંહ

હરભજન સિંહે ચેન્નઇના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલા જ બોલે આઉટ કરી દીધો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીનો ના ચાલ્યો જાદુ

મહેન્દ્ર સિંહ ધોનીનો ના ચાલ્યો જાદુ

હરભજન સિંહે ચેન્નઇના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલા જ બોલે આઉટ કરી દીધો હતો.

પહેલા જ બોલે આઉટ

પહેલા જ બોલે આઉટ

પહેલા જ બોલે ધોની હરભજનના બોલે હણાયો.

માઇકલ હસ્સી

માઇકલ હસ્સી

માઇકલ હસ્સીની વિકેટ બાદ મુંબઇ ઇન્ડિયન્સમાં ખુશી.

માઇકલ હસ્સી

માઇકલ હસ્સી

માઇકલ હસ્સીએ રન બનાવવાની કોશીશ કરી પરંતુ નિષ્ફળતા હાથ લાગી.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન

આઇપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને માણી હતી.

નીતા અંબાણી

નીતા અંબાણી

મુંબઇની જીત બાદ નીતા અંબાણી મેદાનમાં ઝૂમી ઊઠ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mumbai Indians (MI) put up a superb all round performance crushing Chennai Super Kings (CSK) by 25 runs to enter the final of the Indian Premier League 2015 (IPL 8) on Tuesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X