For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૈના અને નેહરાએ કરી કમાલ, જુઓ કેવી રીતે અપાવી જીત

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 23 એપ્રિલ: બુધવારે રમાયેલી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 27 રનોથી હરાવી દીધું અને એક વાર ફરીથી કેપ્ટન ધોનીના સ્ટાર વિરાટ પર ભારે પડ્યા. ચેન્નઇની ટીમે પહેલા બેટિંગ કરી બેંગલોરની ટીમને 182 રનોનું વિશાળ લક્ષ્ય આપ્યું. જેના જવાબમાં કોહલીની ટીમ માત્ર 154 રન જ બનાવી શકી. આ મેચના હીરો રહેલા સુરેશ રૈનાએ શાનદાર 62 રન બનાવ્યા જેના કારણે તેમને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યા.

સુરેશ રૈનાની અર્ધ સદીની પારીને કારણે સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેંજર્સ ક્યારેય પણ જીત તરફ આગળ વધતા દેખાયા નહીં.

નેહરાએ ચોથી ઓવરમાં બંને સલામી બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને રોલય ચેલેન્જર્સની શરૂઆત બગાડી દીધી, અને ત્યારબાદ તેઓ આખી મેચ સુધી સંભાળી શક્યા નહીં, અને 27 રનોથી હારી ગયા.

આવો આપને બતાવીએ આ સુંદર જીતની સુંદર તસવીરો...

સુરેશ રૈના

સુરેશ રૈના

ચેન્નઇની જીતના હીરો રહ્યા સુરેશ રૈના. તેમણે શાનદાર 62 રન બનાવ્યા જેના કારણે તેમને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યા.

ચેન્નઇ સુપર કિંગ્સ

ચેન્નઇ સુપર કિંગ્સ

ચેન્નઇની ટીમ બોલિંગ અને બેટિંગ દરેક પ્રકારે આરસીબી પર ભારે પડી.

સાક્ષી રાવત ધોની

સાક્ષી રાવત ધોની

પોતાના પ્રિયતમ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમના જીતની ખુશી મનાવતી સાક્ષી ધોની.

આશીષ નેહરા

આશીષ નેહરા

બુધવારે મેચમાં એક વાર ફરીથી સ્ટાર બોલર આશીષ નેહરાનો જાદુ રહ્યો, તેમણે 2.5ની ઇકોનોમીથી ચાર ઓવરોમાં માત્ર 10 રન આજીને ચાર મહત્વની વિકેટ પોતાના નામે કરી.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાએ પોતાની સુંદર શોટ્સથી દર્શકોનું જોરદાર મનોરંજન કર્યું. એક સમયે તો એવું લાગ્યું કે સુરેશ રૈના ઉપરા-છાપરી 7 છગ્ગા લગાવીને યુવીનો છ છગ્ગાનો રેકોર્ડ તોડી દેશે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

બેંગલુરુ તરફથી સૌથી વધારે રન કપ્તાન વિરાટ કોહલીએ જ બનાવ્યા. તેમણે 51 રનોની પારી રમી પરંતુ તેમનો સાથ આપનાર કોઇ ન્હોતું, જેના કારણે તેમની ટીમે હારનો સામનો કરવો પડ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Veteran Ashish Nehra dished out a brilliant spell of pace bowling after Suresh Rainas batting heroics as Chennai Super Kings recorded a comfortable 27-run victory over Royal Challengers Bangalore in their IPL cricket match on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X