For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમિતના 359 રનથી ગુજરાતની ટીમ રણજીની સેમી ફાઇનલમાં

ગુજરાત ક્રિકેટમાં સમિત ગોહેલે અણનમ 359 રન કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ગુજરાત ક્રિકેટમાં સમિત ગોહેલે અણનમ 359 રન કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 36.01 ના સ્ટ્રાઇક રેટથી તેણે પોતાની 27 મી ફર્સ્ટ ક્લાસ મેચમાં શાનદાર બેટિંગ કરીને પોતાની ડિફેંસીવ ટેકનિકનો પરિચય આપ્યો હતો. ગુજરાત ટીમના કોચ વિજય પટેલે કહ્યુ કે તે હાફ વૉલી બોલને પણ ડિફેંસ કરતો હતો. તે ઇચ્છતો તો તે બોલને પણ રમી શકતો હતો પરંતુ તેણે પોતાના પર ઘણુ સંયમ રાખ્યુ અને ઉમદા બેટિંગ કરી.

samit

બેવડી સદી 47.02 સ્ટ્રાઇક રેટથી કરી

સમિતે પોતાની પહેલી બેવડી સદી 47.02 ની સ્ટ્રાઇક રેટથી કરી. આ દરમિયાન તેણે 33 ચોગ્ગા માર્યા. ચોથા દિવસની રમત પૂરી થવા પર તે 261 રન પર રમી રહ્યો હતો. જેને કારણે ગુજરાતની ટીમ રણજીમાં પહેલી વાર 1950 બાદ સેમીફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી.

ગુજરાતની ટીમે કુલ 514 રન બનાવ્યા

ચોથા દિવસની રમત પૂરી થતા સમયે ગુજરાતની ટીમે કુલ 514 રન બનાવ્યા હતા અને 578 રનની લીડ લઇ લીધી હતી. ટીમની 8 વિકેટ પડી ગઇ હતી. પરંતુ મેચના છેલ્લા દિવસે ટીમે તેને બેવડી સદી ફટકારવાનો મોકો આપ્યો. સમિતે કહ્યુ કે મારી યોજના હતી કે પહેલા સેશન સુધી ક્રીઝ પર જામેલો રહુ.

પાર્થિવ પટેલે ઘણી મદદ કરી

તેણે આ વાતનો સ્વીકાર કર્યો કે તે પહેલા બહુ ડિફેંસીવ રમી રહ્યો હતો પરંતુ બાદમાં તેણે પોતાની ગેમ બદલી અને બેવડી સદી બાદ તેણે પોતાનો શોટ રમવાનું શરુ કર્યુ. તેણે કહ્યુ કે આ દરમિયાન પાર્થિવ પટેલે તેની ઘણી મદદ કરી, તે મારી સાથે રહ્યા અને મારામાં સકારાત્મકતા ભરવાની કોશિશ કરી. સમિતે જણાવ્યુ કે તેણે બેટિંગના મધ્યક્રમમાં પોતાના કેરિયરની શરુઆત કરી પરંતુ ટીમના કોચ વિજય પટેલે મારી ટેકનિકને જોતા મને બેટિંગ કરવાનો મોકો આપ્યો.

ગુજરાતની ટીમ રણજીની સેમીફાઇનલમાં

સમિતની શાનદાર બેટિંગના દમ પર ગુજરાતની ટીમ રણજીની સેમી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી. ગુજરાતે પહેલા દાવમાં 263 રન બનાવ્યા જ્યારે બીજા દાવમાં 176 ઓવરમાં 8 વિકેટ પર 262 રન બનાવ્યા. વળી ઓડીશાની ટીમ પહેલા દાવમાં માત્ર 199 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Samit Gohel double ton helps Gujrat to enter in Semifinal of Ranji. He played a not out inning of 266 runs which helped Gujrat to enter into semis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X