For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીના આધાર કાર્ડની વિગતો લીક કરનાર કંપની પર પ્રતિબંધ

ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની વ્યક્તિગત જાણકારી સોશિયલ મીડિયા પર લિક કરવા બદલ આધાર કાર્ડ કંપની પર 10 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

UIDAI(ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ની વ્યક્તિગત જાણકારી સોશિયલ મીડિયા સાઇટ પર લિક કરવા બદલ આધાર કાર્ડ કંપની પર 10 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

mahendra singh dhoni

ઉલ્લેખનીય છે કે, આધાર કાર્ડ બનાવતી એજન્સિ દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ધોનીની વ્યક્તિગત જાણકારી જાહેર કરવામાં આવી હતી. એજન્સિએ ફેન મોમેન્ટ તરીકે એક ટ્વીટ કર્યું હતું, જેમાં સાથે એમ.એસ.ધોનીની તસવીર પણ જોવા મળે છે. આ જાણકારી લીક થતાં ધોનીની પત્ની સાક્ષી ધોની એ ટ્વીટ કરી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ તથા સીએસસીને ફરિયાદ કરી હતી.

ધોનીની પત્નીની ફરિયાદ

સાક્ષી ધોનીએ એક પછી એક ટ્વીટ કરી આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તથા ફરિયાદ પણ કરી હતી. તેમણે લખ્યું હતું, '@rsprasad @CSCegov શું કોઇ જાતની પ્રાઇવસી બચી છે? આધાર કાર્ડ સંબંધિત જાણકારી તથા અરજી પણ સાર્વજનિક કરી દેવામાં આવી છે.' આના જવાબમાં રવિશંકર પ્રસાદે ટ્વીટ કર્યું હતું કે, '@SaakshiRawat આ સાર્વજનિક સંપત્તિ નથી, શું આ ટ્વીટમાં કોઇ વ્યક્તિગત જાણકારી શેર કરવામાં આવી છે?'

કેન્દ્રિય મંત્રીએ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું

કેન્દ્રિય મંત્રીના આ સવાલ પર સાક્ષીએ ફરી એકવાર ટ્વીટ કરતાં કહ્યું કે, 'સર, એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવેલી વ્યક્તિગત વિગતો લીક કરવામાં આવી છે.' આની પર રવિશંકર પ્રસાદે ફરી એકવાર ટ્વીટ કરતાં લખ્યું કે, 'આ મામલો મારા ધ્યાનમાં લાવવા બદલ આભાર. કોઇની પણ વ્યક્તિગત જાણકારી શેર કરવી ગેરકાયદેસર છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.' કેન્દ્રિય મંત્રીના જવાબ પર સાક્ષીએ તેમનો આભાર માન્યો, પરંતુ ત્યાં સુધીમાં આ સંપૂર્ણ મામલો ટ્વીટર યૂઝર્સ અને ધોનીના ફેન્સના ધ્યાનમાં આવી ચૂક્યો હતો.

અહીં વાંચો - જાતિય સતામણી: FIR વિના જ બંધ થશે TVF CEO વિરુદ્ધનો કેસઅહીં વાંચો - જાતિય સતામણી: FIR વિના જ બંધ થશે TVF CEO વિરુદ્ધનો કેસ

શું હતો મામલો?

સીએઇ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં ધોનીની તસવીર ફેન મોમેન્ટ તરીકે શેર કરવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું, 'ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તથા તેમના પરિવારે VLE મારિયા ફારુકીના રાંચી સ્થિત CSE માંથી પોતાનું આધાર અપડેટ કરાવ્યું છે.' આ ટ્વીટમાં કેન્દ્રિય મંત્રીને ટેગ પણ કરવામાં આવ્યા હતા. જો કે, આ અંગે વિવાદ સર્જાતા ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
UIDAI blacklists agency that leaked Aadhaar number of cricketer M S Dhoni for 10 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X