For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇસીસી રેંકિંગમાં નીચે ગબડ્યા કોહલી અને ધોની

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 2 માર્ચ: ભલે આ સમયે ટીમ ઇન્ડિયા તોફાની રમત રમી રહી હોય પરંતુ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઇસ કેપ્ટન વિરાટ કોહલીની આઇસીસી વનડે રેંકિંગમાં ઘટાડો નોંધાયો છે. કોહલી પોતાની હાલની પોઝિશનથી એક ક્રમ નીચે ખસકીને ચોથા અને ધોની બે ક્રમ નીચે ખસકીને દસમાં સ્થાન પર આવી ગયા છે, જ્યારે ટીમ ઇન્ડિયાના ગબ્બર સિંહ શિખર ધવન પોતાની પોઝિશન નંબર 7 પર જેમના તેમ બનેલા છે.

virat dhoni
જોકે બોલરોના લિસ્ટમાં સ્ટાર બોલર મોહમંદ શમી અને સ્પિનર આર અશ્વિનની પોઝિશન મજબૂત બની છે. શમી 14 ક્રમની છલાંગ લગાવીને હવે 11માં સ્થાન પર આવી ગયા છે. જ્યારે અશ્વિન છ ક્રમ ઉપર ચઢીને 16માં સ્થાન પર પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે ટોપ 20માં સુરેશ રૈના અને રોહિત શર્માનો પણ સમાવેશ થાય છે.

હાલમાં ટીમ ઇન્ડિયાની રેંકિંગ વિશ્વકપની મેચોના આધાર પર આપવામાં આવી છે, હાલમાં તેના પૂલ મેચ બાકી છે. એટલા માટે રેંકિંગમાં હજી ઘણો સુધાર થઇ શકે છે. ભારતની હવે પછીની મેચ વેસ્ટઇન્ડિઝની સામે 6 માર્ચના રોજ એટલે કે હોળીના દિવસે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli and Mahendra Singh Dhoni slipped down the ladder to be 4rth and 10th respectively, while Dhawan retained his seventh spot in the latest ICC ODI batsmen’s rankings released on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X