For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 20 રનોથી આપી માત

|
Google Oneindia Gujarati News

બ્રિસ્બેન, 2 માર્ચ: વહાબ રિયાઝ (અણનમ 54, 4 વિકેટ)ની શાનદાર પારીના કારણે પાકિસ્તાન ક્રિટેટ ટીમે ગાબા મેદાન પર રવિવારે રમાયેલ આઇસીસી વિશ્વકપ-2015ના પૂલ-બી મુકાબલામાં ઝિમ્બાબ્વેને 20 રનોથી માત આપી દીધી. આ પાકિસ્તાનની પહેલી જીત છે. પાકિસ્તાને ઝિમ્બાબ્વેની સામે 236 રનોનું લક્ષ્યાંક રાખ્યું હતું, જેનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 49.4 ઓવરોમાં તમામ વિકેટ ગુમાવીને 215 રન જ બનાવી શકી. ઝિમ્બાબ્વે તરફથી બ્રેંડન ટેલર (50)એ શાનદાર અર્ધસદી લગાવી અને કપ્તાન એલ્ટન ચિગુમ્બુરાએ 35 રનોની પારીની સાથે અંત સુધી તેના સંઘર્ષને જારી રાખ્યું પરંતુ તે પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહીં.

pakistan
મોહમંદ ઇરફાન (30-4)એ 22 રનના કુલ યોગદાન પર જ બે વિકેટ લઇને ઝિમ્બાબ્વેને શરૂઆતના ઝટકા આપ્યા, પરંતુ ત્યારબાદ હેમિલ્ટન મસાકાદજા (29) અને ટેલરે ત્રીજી વિકેટ માટે 52 રનોની ભાગીદારી કરી.

એક સમયે ઝિમ્બાબ્વેએ 150 રનો પર પાંચ વિકેટ ગુમાવી હતી અને તે સમયે તેની પારીની 34મી ઓવર ચાલી રહી હતી. તેની જીતના સંપૂર્ણ આસાર હતા પરંતુ મેન ઓફ ધ મેચ ચૂંટાયેલા વહાબ રિયાઝ અને ઇરફાને બે રનોના અંતરાલ પર ત્રણ વિકેટ લઇને ઝિમ્બાબ્વેની આશાઓને ઝટકો આપી દીધો.

પાકિસ્તાન અત્યાર સુધી રમાયેલ ત્રણમાંથી બે મેચ હારી ચૂક્યા છે. તેને ભારત અને વેસ્ટઇન્ડિઝે માત આપી છે. બીજી તરફ ઝિમ્બાબ્વેની ટીમ અત્યાર સુધી રમાયેલ ચાર મેચોમાંથી એક જ મેચમાં જીત હાસલ કરી શકી છે.

પૂલ-એમાં પાકિસ્તાન બે પોઇન્ટની સાથે સાત ટીમોમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઇ, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ બે પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistan beat Zimbabwe by 20 runs in their Pool B clash to stay alive in the tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X