For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વિજયરથ આગળ ધપ્યો: UAE સામે 9 વિકેટે વિજય

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 28 ફેબ્રુઆરી: સંયુક્ત અબર અમીરાત(યૂએઇ)એ ભારતની વિરુદ્ધ ક્રિકેટ વિશ્વ કપમાં મેચમાં આજે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે ઇજાગ્રસ્ત મોહમંદ શમીના સ્થાને ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન આપ્યું છે. યૂએઇએ પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. વિશ્વ ચેમ્પિયન ભારતને યૂએઇની વિરુદ્ધ જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે, જેણે પોતાની પહેલી બે મેચોમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ક્રમશ: 76 અને 130 રનની મોટી જીત નોંધાવી છે.

team india
મેચની વાત કરીએ તો યૂએઇએ ભારત સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ભારતીય ક્રિકેટ પ્રેમીયો માટે એ ખુશીની વાત છે કે ભારતીય ટીમે યૂએઇની આખીયે ટીમને 31.3 ઓવરમાં માત્ર 102 રનમાં પેવેલિયનભેગી કરી દીધી છે.

અત્રે નોંધનીય છે કે ભારતીય બોલરોએ આ મેચમાં કમાલ કરી બતાવી છે. સૌથી વધારે વિકેટ આર અશ્વિને લીધી. તેણે ચાર વિકેટો પોતાના નામે કરી, ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે 2-2 વિકેટો પોતાના નામે કરી અને મોહીત શર્મા તથા ભુવનેશ્વરે 1-1 વિકેટ લીધી છે. હાલમાં ભારતીય ટીમ 103 રનના લક્ષ્યને આંબવા માટે મેદાને ઉતરી પડ્યું છે.

ભારતની બેટિંગ:
ભારત યૂએઇ સામે જીતવા માટે 103 રનનો લક્ષ્યાંક પાર કરવા મેદાને ઉતરી. મોહમંદ નવીદ છઠ્ઠી ઓવર નાખી રહ્યો હતો જેના ત્રીજા બોલે શિખર ધવન માત્ર 14 રન બનાવીને આઉટ થઇ ગયો. બાદમાં રોહીત શર્માએ 57 અને વિરાટ કોહલીએ 33 રનોની અણનમ પારી ખેલીને ભારતને 18.5 ઓવરમાં જ વિજય અપાવી દીધો. હાલમાં ભારત ગ્રુપ બીમાં સૌથી ટોચ પર છે.

ટીમ આ પ્રકારે છે:
ભારત: અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શિખર ધવન, સુરેશ રૈના, વિરાટ કોહલી, અક્ષર પટેલ, રવિંદ્ર જાડેજા, સ્ટુઅર્ટ બિન્ની, અંબાતી રાયડૂ, એમ એસ ધોની, ભુવનેશ્વર કુમાર, ધવલ કુલકર્ણી, ઇશાંત શર્મા, મોહમંદ શમી, રવિચંદ્ર અશ્વિન, ઉમેશ યાદવ.

યૂએઇ: ક્રિશ્નચંદ્રન કરાટે, રોહન મુસ્તફા, શૈમન અનવર, ખુર્રમ ખાન, મંજુલા ગુરુગે, અમઝદ અલી, આન્દ્રિ બરેગેર, સલેન હૈદર, સ્વપ્નિલ પાટિલ, અમજદ જાવેદ, ફહાદ અલ અલહાષમી, કામરાન શઝાદ, મોહમંદ નાવેદ, મોહમંદ તૌકીર, નાસિર અઝિઝ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
World Cup 2015, India vs UAE, UAE bat first, Bhuvi in for Shami. UAE team all out in 102 runs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X