For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: યુવરાજે કહ્યું કે ધોની ખુબ જ વ્યસ્ત છે, મારો ફોન નહીં ઉપાડે...

|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમને વર્ષ 2011નો વર્લ્ડકપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર યુવરાજ સિંહ આજકાલ પોતાની સંસ્થા યુવી કે કેનને ખુબ જ જોરશોરથી પ્રોમોટ કરી રહ્યા છે. પોતાની આજ સંસ્થાના પ્રચાર દરમિયાન યુવરાજ સિંહએ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વિશે કંઈક એવું કહ્યું કે જેને સાંભળીને બધા જ ચકિત થઇ ગયા.

ખરેખરમાં પ્રોમોશન દરમિયાન રિપોર્ટરે જયારે યુવરાજ સિંહને પૂછ્યું કે તેમને મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરી? તેના જવાબમાં યુવરાજે કહ્યું કે ધોની હમણાં ખુબ જ વ્યસ્ત છે. તેઓ કોઈનો પણ ફોન નહીં ઉઠાવે.

yuvraj singh

યુવરાજ ત્યાં જ ના રોકાયા તેમને કહ્યું કે જો તમે પણ ફોન કરશો તો પણ તેઓ નહીં ઉઠાવે. યુવરાજ સિંહનો મજાકિયા અંદાઝ બધા જ સમજી ગયા. પરંતુ રિપોર્ટરે વધારે પૂછ્યું કે તેના માટેનું કારણ શુ છે?

યુવરાજ સિંહએ કહ્યું કે ધોની અમેરિકામાં ચાલી રહેલી ટી-20 મેચને લઈને ખુબ જ વ્યસ્ત હશે. તેના સિવાય તેની આવવાવાળી ફિલ્મના પ્રોમોશનને લઈને પણ તેઓ ખુબ જ વ્યસ્ત હોવાથી તેમની સાથે વાત નથી થઇ રહી.

યુવરાજ સિંહના આ કાર્યક્રમમાં ક્રિકેટજગત સાથે સાથે ફિલ્મી દુનિયાની હસ્તીઓ પણ હાજર હતી. આ કાર્યક્રમમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કાજોલ, વેસ્ટઈંડીએસ ક્રિકેટર ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો પણ હાજર હતા.

જુઓ વીડિયો...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cricketer yuvraj singh comments on ms dhoni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X