For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોકી ઇન્ડિયા લીગને મળ્યું ટાઇટલ સ્પોન્સર

|
Google Oneindia Gujarati News

HIL
નવી દિલ્હી, 1 જાન્યુઆરી: હોકી ઇન્ડિયાએ આ મહિને શરૂ થઇ રહેલી પોતાની મહત્વકાંક્ષી હોકી ઇન્ડિયા લીગના ટાઇટલ સ્પોન્સર તરીકે વિશ્વની સૌથી મોટી ટૂવ્હિલર નિર્માતા કંપની-હીરો મોટોકોર્પની સાથે બહુવર્ષીય કરાર કર્યો છે. હવે આ લીગને હીરો હોકી ઇન્ડિયા લીગના નામથી ઓળખવામાં આવશે.

હીરો મોટોકોર્પની સાથે થયેલા આ કરાર અંગે જાણકારી આપતા હોકી ઇન્ડિયાના મહાસચિવ અને એચઆઇએલના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ મંગળવારે જણાવ્યું કે અમે હીરો મોટોકોર્પને એચઆઇએલનું ટાઇટલ સ્પોન્સર બનાવીને ખુશ છીએ. અમે આ કરાર માટે કંપનીને ધન્યવાદ કરીએ છીએ સાથે સાથે તેમની સાથે સુખદ યાત્રાની કામના કરીએ છીએ.

હીરો મોટોકોર્પ લિમિટેડના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી પવન મુંજાલે જણાવ્યું કે હોકી ભારતવાસીઓના દિલોમાં ખાસ મહત્વ ધરાવે છે અને એ જ કારણ છે કે હીરો મોટોકોર્પે એચઆઇએલ સાથે કરાર કર્યો છે.

હીરો આ પહેલા પણ હોકીના બે પ્રમુખ આયોજનો માટે ટાઇટલ સ્પોન્સર રહ્યો છે. હીરોએ 2012માં આયોજિત ઓલિમ્પિક ક્વોલીફાઇંગ ટૂર્નામેન્ટને પ્રાયોજિત કર્યુ એ પહેલા તે 2010માં રમાયેલ એફઆઇએચ વર્લ્ડ કપ માટે પણ ટાઇટલ સ્પોન્સર રહ્યું હતું.

એચઆઇએલના પ્રથમ રાઉન્ડની શરૂઆત 14 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે દેશના પાંચ શહેરો- દિલ્હી, જાલંધર, લખનઉ, મુમ્બઇ અને રાંચીમાં થશે. જેમાં પાંચ ફ્રેંચાઇજી ટીમો- દેલ્હી વેવરાઇર્ડસ, જેપી પંજાબ વોરિયર્સ, ઉત્તર પ્રદેશ વિઝાર્ડસ, મુંબઇ મેજિસિયન્સ અને રાંચી રાઇનોજની વચ્ચે ટાઇટલ મુકાબલો યોજાશે. આ લીગમાં દેશ-દુનિયાના 120 જાણિતા ખેલાડીઓ ભાગ લેશે.

English summary
The upcoming Hockey India League has signed a multi-year deal with Hero MotoCorp, the world’s largest two-wheeler manufacturer, for the title sponsorship of the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X