For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇસીસીએ બનાવ્યો 'નો બોલ'નો નવો નિયમ

By Super
|
Google Oneindia Gujarati News

cricket-ball
દુબઇ, 5 એપ્રિલઃ મેચ રમતી વખતે જ્યારે બોલ બેટ્સમેનના માથાથી ઘણે ઉપરથી નિકળી જાય અથવા બોલરનો પગ ક્રીઝની બહાર નિકળી જાય, તો નો બોલ હોય છે. હવે વધુ એક નવો નિયમ નો બોલ માટે જોડી દેવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ જો બોલર બોલ ફેકતી વખતે નોન સ્ટ્રાઇક પર રહેલા સ્ટમ્પને ઉખેડી નાખે છે તો મેદાન પર ઉપસ્થિત અમ્પાયર એ બોલને નો બોલ જાહેર કરી દેશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ આ નવો નિયમ ગુરુવારે આંતરરાષ્ટ્રીય વનડે, ટેસ્ટ ક્રિકેટ અને ટી20 મેચો માટે બનાવ્યો છે અને તેની ઘોષણા કરી છે. નો બોલનો આ નવો નિયમ 30 એપ્રિલથી લાગૂ થશે અને આ નિયમ હેઠલ પહેલી મેચ ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે બુલાવાયમાં ત્રીજી મેએ રમાનારી આતંરરાષ્ટ્રીય વનડે મેચ હશે.

આઇસીસીના પ્રબંધક જ્યોફ એલારડાઇસે કહ્યું કે, વર્તમાન સમયે આ રીતે પરિસ્થિતિમાં અમ્પ્યાર તેને ડેડ બોલ ઘોષિત કરી આપે છે, જે તેના માટે યોગ્ય નિર્ણય નથી. મેરિલબોન ક્રિકેટ કલ્બ(એમસીસી)એ તાજેતરમાં જ નિર્ણય કર્યો છે કે આવા બોલને નો બોલ જાહેર કરવામાં આવે અને એક ઓક્ટોબર 2012થી આ નવો નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આઇસીસીએ એમસીસીના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભલામણ કરી કે નવા નો બોલના નિયમને જેમ બને તેમ જલદીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સામેલ કરવામાં આવે. આઇસીસીની મુખ્ય કાર્યકારી સમિતિએ આ ભલામણને માર્ચમાં દુબઇમાં મળેલી બેઠકમાં પોતાની મંજૂરી આપી દીધી છે.

English summary
ICC has announced a new rule for No Ball in International Test and One day matches. The rule will came into effect from April 30.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X