For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19મી સદી ફટકારી વિરાટે કરી લારાની બરાબરી

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશ, 27 ફેબ્રુઆરી: એશિયા કપની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ પર 6 વિકેટથી જીત નોંધાવી અને એક વાર ફરીથી જીતમાં સૌથી મોટી ભૂમિકા કોહલીએ નીભાવી છે. આ પારીમાં વિરાટ કોહલીએ કપ્તાની પાર્ટી રમીને શાનદાર સદી ફટકારી. બાંગ્લાદેશની સામે કોહલીની આ ત્રીજી સદી છે.

વનડે મેચોમાં વિરાટની આ 19મી સદી છે. આની સાથે જ કોહલીએ વનડે મેચોમાં સદીના મામલામાં બ્રાયન લારાની બરાબરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલીનું આ માત્ર 131મી વનડે છે જ્યારે લારાએ 299 વનડે રમી હતી, જેમાં તેણે 289 ઇનિંગ રમી હતી. હવે સદીના મામલામાં તેમનાથી આગળ માત્ર 7 દિગ્ગજ ક્રિકેટર છે. વિરાટ કોહલીએ આની સાથે જ એક વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ હવે દુનિયાના સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર ક્રિકેટર પણ બની ગયા છે. તેમણે ક્રિસ ગેઇના રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે. ગેલે 189મી પારીમાં પોતાની 19મી સદી નોંધાવી હતી.

વનડે મેચમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વનડેમાં 49 સદી ફટકારી છે. ત્યારબાદ બીજા નંબર પર 30 સદી સાથે પોટિંગ, ત્રીજા સ્થાને 28 સદી સાથે જયસૂર્યા છે. ત્યારબાદ જે ત્રણ સદીવીર છે તેમને પછાડવામાં કોહલીને માત્ર કેટલીંક મેચોની જરૂરીયાત હશે કારણ કે સૌરવ ગાંગુલી(22 સદી), ક્રિસ ગેલ અને હર્શલ ગિબ્સ (21 સદી) અનેસઇદ અનવર (20 સદી) તેમનાથી માત્ર થોડાક જ અંતરે આ રેકોર્ડ બુકમાં નોંધાયા છે.

કપ્તાન તરીકે કોહલીની આ માત્ર આઠમી મેચ છે અને તેમાંથી ત્રણમાં તેઓ સદી લગાવી ચૂક્યા છે. કોહલીએ કપ્તાન તરીકે આ પહેલા ઝિમ્બાબ્વે (115) અને વેસ્ટ ઇન્ડિઝ (102)ની વિરુધ્ધ ગયા વર્ષે જ સદી ફટકારી હતી. આપને જણાવી દઇએ કે કોહલી કેટલાંક ગણાગાઠ્યા કપ્તાનોમાંથી છે જેમના નામ કપ્તાન તરીકે પોતાની પહેલી જ મેચમાં સદી લગાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. બીજી પારીમાં બેટિંગ કરતા કોહલીએ 13મી સેંચુરી છે. અને એક ખાસ વાત, માત્ર બે તકને છોડીને કોહલીએ જ્યારે-જ્યારે વનડેમાં સેંચુરી લગાવી છે ત્યારે ત્યારે ટીમ ઇન્ડિયાની જીત થઇ છે. એટલે કે 17 સદીઓ ટીમ ઇન્ડિયા માટે જીત લઇને આવી છે.

વિરાટ કોહલીએ કપ્તાન તરીકે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તેમાંથી વનડેમાં ટીમ ઇન્ડિયાને જીત મળી છે. એટલે કે સો ટકા સફળતા. તો ટીમ ઇન્ડિયાના ભાવી કપ્તાન તરીકે જોવાઇ રહેલા વિરાટ કોહલી નિશ્ચિતપણે આ દિશામાં આગળ વધી રહ્યા છે.

આવો સ્લાઇડરમાં જોઇએ કયા ખેલાડીએ કેટલી ઇનિંગ્સમાં કેટલી સદી ફટકારી છે...

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

49 સદી (452 ઇનિંગ્સ)

રિકી પોન્ટીંગ

રિકી પોન્ટીંગ

રિકી પોન્ટીંગ 30 સદી (365 ઇનિંગ્સ)

સનથ જયસૂર્યા

સનથ જયસૂર્યા

28 સદી (433 ઇનિંગ્સ)

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

22 સદી (300 ઇનિંગ્સ)

હર્શેલે ગિબ્સ

હર્શેલે ગિબ્સ

21 સદી (240 ઇનિંગ્સ)

ક્રીસ ગેઇલ

ક્રીસ ગેઇલ

21 સદી (250 ઇનિંગ્સ)

સઇદ અનવર

સઇદ અનવર

20 સદી (247 ઇનિંગ્સ)

વિરાટ કોહલી

વિરાટ કોહલી

19 સદી (124 ઇનિંગ્સ)

બ્રાયન લારા

બ્રાયન લારા

19 સદી (289 ઇનિંગ્સ)

માર્ક વૉફ

માર્ક વૉફ

18 સદી (236 ઇનિંગ્સ)

English summary
Virat Kohli has matched Brian Lara with his 19th One Day International century, against Bangladesh in the Asia Cup on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X