For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ, અંગ્રેજોએ લગાવી છલાંગ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 19 ઑગસ્ટઃ સતત ખરાબ પ્રદર્શનના કારણે ભારતના મોટાભાગના બેટ્સમેનોને આઇસીસીની તાજા રેન્કિંગમાં પછડાટ મળી છે, જ્યારે પાંચ મેચોની શ્રેણી 3-1થી જીતનારા ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ લાંબી છલાંગ લગાવી છે, જેમાં જો રૂટ મહત્વપૂર્ણ છે, જે પોતાની કારકિર્દીમાં પહેલીવાર ટોપ 10માં સામેલ થયા છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 148 અને બીજી ઇનિંગમાં માત્ર 94 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. જેનો પ્રભાવ રેન્કિંગ પર પડ્યો છે. ચેતેશ્વર પૂજારા હજુ પણ ભારતના ટોચ બેટ્સમેન છે, પરંતુ તે ચાર ક્રમાંક નીચે આવી ગયા છે, હવે તે ટેસ્ટ રેન્કિંગમાં 16માં ક્રમે છે. વિરાટ કોહલીને પાંચ ક્રમોનું નુક્સાન પહોંચ્યું છે અને તે 26માં ક્રમે તથા મુરલી વિજય 4 ક્રમાંક નીચે 34માં ક્રમે આવી ગયા છે. અજિંક્ય રહાણેને 9 ક્રમાંકનું નુક્સાન જતાં તે 43માં ક્રમે અને ગંભીર 3 ક્રમના નુક્સાન સાથે 54માં ક્રમે પહોંચી ગયા છે.

ભારતીય બેટ્સમેનોમાં માત્ર મહેન્દ્ર સિંહ ધોની નફામાં છે. તેમણે પહેલી ઇનિંગમાં 82 રન બનાવ્યા હતા, જેનો ફાયદો મળતા તે ચાર ક્રમાંક આગળ આવ્યા છે અને 28માં ક્રમે રહ્યાં છે. આર અશ્વિન બેટિંગમાં ત્રણ ક્રમ નીચે જતાં 48માં ક્રમે છે અને આ સાથે જ ઓલરાઉન્ડર્સની યાદીમાંથી તેમનું ટોચનું સ્થાન છિનવાઇ ગયું છે. અશ્વિનના સ્થાને હવે બાંગ્લાદેશના ખેલાડી શાકિબ અલ હસન છે.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ
આ પણ વાંચોઃ- જયવર્દનેએ અડધી સદી સાથે ટેસ્ટ ક્રિકેટને કરી અલવિદા

ઇંગ્લેન્ડના જો રૂટનો ટોપ ટેનમાં સમાવેશ

ઇંગ્લેન્ડના જો રૂટનો ટોપ ટેનમાં સમાવેશ

ઇંગ્લેન્ડના જો રૂટે બેટ્સમેનોની રેન્કિંગમાં આગળ વધવાનું જારી રાખ્યું છે અને તે પોતાની કારકિર્દીમાં પહેલીવાર ટોપ ટેનમાં સામેલ થયા છે. ઓવલમાં અણનમ 149 રનની ઇનિંગ રમતા પાંચ ક્રમનો ફાયદો મળતા તે નવમાં ક્રમે પહોંચી ગયા છે. એલિસ્ટર કૂકને 4 ક્રમનો ફાયદો મળતા તે 21માં ક્રમે અને ગેરી બેલેન્સ 5 ક્રમનો ફાયદો મળતા 24માં ક્રમે પહોંચી ગયા છે.

કુમાર સંગાકારા હજુ પણ નંબર વન

કુમાર સંગાકારા હજુ પણ નંબર વન

શ્રીલંકાના કુમાર સંગાકારા હજુ પણ નંબર વન પર યથાવત છે. જ્યારે સુકાની એન્જેલો મેથ્યૂઝ ટોપ ત્રણમાં સામેલ થયા છે. પાકિસ્તાનના વિકેટકીપર સરફરાજ અહમદે 29 ક્રમની લાંબી છલાંગ લગાવીને 51મું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે શ્રીલંકાના ઉપુલ થરંગા 52માં ક્રમે છે.

અશ્વિનને એક ક્રમનો ફાયદો

અશ્વિનને એક ક્રમનો ફાયદો

બોલર્સની વાત કરવામાં આવે તો અશ્વિનને છોડીને મોટાભાગના ભારતીય બોલર્સની રેન્કિંગ ઘટી છે. અશ્વિનને એક ક્રમનો ફાયદો થયો છે અને તે 13 ક્રમે પહોંચી ગયા છે. ઇશાંત શર્મા 20 ક્રમે છે, જ્યારે ભુવનેશ્વર બે ક્રમ નીચે ઉતરીને 34 ક્રમે છે, રવિન્દ્ર જાડેજા અને વરુણ એરોન એક-એક ક્રમ ઘટીને અનુક્રમે 27 અને 90માં ક્રમે છે.

જેમ્સ એન્ડરસન પાંચમા ક્રમે

જેમ્સ એન્ડરસન પાંચમા ક્રમે

ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન પાંચમા ક્રમે છે, જ્યારે સ્ટુઅર્ટ બ્રોડને એક ક્રમનો ફાયદો મળતા તે આઠમાં ક્રમે આવી ગયા છે. અન્ય બોલર્સમા ક્રિસ જોર્ડન 59, ક્રિસ વોક્સ 99 ક્રમે છે. શ્રીલંકન સ્પિનર રંગના હેરાથ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં છે, તે ત્રીજા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન પ્રથમ અને ઓસ્ટ્રેલિયાના રેયાન હેરિસન બીજા નંબરે છે.

ટેસ્ટ રેન્કિંગ

ટેસ્ટ રેન્કિંગ

1. ઓસ્ટ્રેલિયા, 2. દક્ષિણ આફ્રિકા, 3. ઇંગ્લેન્ડ, 4. પાકિસ્તાન, 5. ભારત, 6. ન્યુઝીલેન્ડ, 7. શ્રીલંકા, 8. વેસ્ટ ઇનડિઝ, 9. ઝિમ્બાવ્વે, 10. બાંગ્લાદેશ

વનડે રેન્કિંગ

વનડે રેન્કિંગ

1. ઓસ્ટ્રેલિયા, 2. ભારત, 3. શ્રીલંકા, 4. ઇંગ્લેન્ડ, 5. દક્ષિણ આફ્રિકા, 6. પાકિસ્તાન, 7. ન્યુઝીલેન્ડ, 8. વેસ્ટ ઇન્ડિઝ, 9. બાંગ્લાદેશ, 10. ઝિમ્બાવ્વે

ટી20 રેન્કિંગ

ટી20 રેન્કિંગ

1. ભારત, 2. શ્રીલંકા, 3. પાકિસ્તાન, 4. દક્ષિણ આફ્રિકા, 5. ઓસ્ટ્રેલિયા, 6. ન્યુઝીલેન્ડ, 7. વેસ્ટ ઇન્ડિઝ, 8. ઇંગ્લેન્ડ, 9. આયર્લેન્ડ, 10. બાંગ્લાદેશ

English summary
India have slipped one place and are ranked No.5 in International Cricket Council's (ICC) Test team rankings after they lost the five-match Test series against England 3-1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X