For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શૂટિંગમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ, એશિયન ગેમ્સ 2014ની રંગારંગ તસવીરો

|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સની 17મી શ્રેણીનું ઉદ્ઘાટન દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે થઇ ગયું છે. ઇંચિયોન એશિયાડ મેન સ્ટેડિયમથી લઇને આસપાસના મોટા વિસ્તારોમાં આતિશબાજીના રંગારંગ ઉત્સવનો નજારો જોવા મળ્યો છે. આ નજારાને જોવા માટે સ્ટેડિયમમાં 60 હજારની આસપાસ દર્શકો હાજર રહ્યાં હતા. ગેમના પહેલા દિવસે ભારતીય શૂટર જીતૂ રાયે ભારતને પહેલું સુવર્ણ પદક અપાવ્યું છે. જીતૂએ 50 મીટર એર પિસ્તોલમાં આ પદક જીત્યું છે. જ્યારે શૂટર શ્વેતા ચૌધરીએ મહિલા વર્ગમાં 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્ય પદક જીતવામાં સફળતા મેળવી છે. શ્વેતાએ ભારતને 17માં એશિયન ગેમ્સના પહેલા દિવસે પહેલું પદક અપાવ્યું છે.

ફાઇનલમાં જીતૂને વિયેતનામના એનગુએન હોંગ ફુઓંગ અને ચીનના વાંગ ઝિવેઇએ જોરદાર ટક્કર આપી પરંતુ આ બન્નેએ ક્રમશઃ રજત અને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો. જીતૂએ 186.2 અંક સાથે સુવર્ણ પદક જીત્યો જ્યારે ફુઓંગે 183.4 અંક મેળવ્યા અને ઝિવેઇએ 165.5 અંક હાંસલ કર્યા હતા.

શ્વેતાએ ફાઇનલમાં 176.4 અંક મેળવ્યા હતા. શૂટર શ્વેતા ચૌધરીએ મહિલા 10 મીટર એર પિસ્તોર ફાઇનલમાં કાંક્ય પદક સાથે ભારતને 17મા એશિયન ખેલોમાં પ્રતિયોગિતાઓના પહેલા દિવસે પહેલું પદક મેળવ્યું હતું. ફરીદાબાદની શૂટર શ્વેતા શરૂઆતથી જ લયમાં જોવા મળી, જ્યારે તેમના સાથી શૂટર હીના સિદ્ધૂ અને મલાયકા ગોયલ ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યાં. વિશ્વની 146 નંબરની શૂટર શ્વેતાએ ફાઇનલમાં ઉતાર-ચઢાવવાળું પ્રદર્શન કર્યું. પહેલા ત્રણ શોટ બાદ તે ટોચ પર હતી, પરંતુ બાદમાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ હતી. જો કે તે ત્રીજું સ્થાન હાંસલ કરવામાં સફળ રહી હતી. તો ચાલો તસવીરો થકી ઇંચિયોન ખાતે શરૂ થયેલા એશિયન ગેમ્સની રંગારંગ પળોને નિહાળીએ.

આ પણ વાંચોઃ-
વિફર્યો યુવરાજ ને અંગ્રેજોએ ધોળા દ્હાડે જોયા તારા
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટમાં આ બોલર્સની અનોખી અને અજીબ છે બોલિંગ એક્શન
આ પણ વાંચોઃ- સિક્સર કિંગ જિંદગીમાં હિટ વિકેટ, બાળકોને નિભાવવા કરે છે બસ સ્ટોપની સફાઇ

ભારતીય રમતવીરોનું માર્ચ

ભારતીય રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં ભારતીય રમતવીરો દ્વારા તિરંગા સાથે માર્ચ કરવામાં આવ્યું હતું.

કલાકારો દ્વારા પરફોર્મ

કલાકારો દ્વારા પરફોર્મ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં વિવિધ કલાકારો દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાની રમતવીરોનું માર્ચ

પાકિસ્તાની રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં પાકિસ્તાની રમતવીરો દ્વારા માર્ચ કરવામાં આવ્યું હતું.

કલાકારો દ્વારા પરફોર્મ

કલાકારો દ્વારા પરફોર્મ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં વિવિધ કલાકારો દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું.

કલાકારો દ્વારા પરફોર્મ

કલાકારો દ્વારા પરફોર્મ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં વિવિધ કલાકારો દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ કોરિયન ટેનિસ ખેલાડી

દક્ષિણ કોરિયન ટેનિસ ખેલાડી

દક્ષિણ કોરિયન ટેનિસ ખેલાડી લી હ્યુંગ ટેઇક દ્વારા 17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા લોકોનું અભિવાદન જીલવામાં આવ્યું હતું.

રંગારંગ કાર્યક્રમ

રંગારંગ કાર્યક્રમ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહના રંગારંગ કાર્યક્રમની શરૂઆત આતિશબાજી સાથે કરવામાં આવી હતી. ત્યારે નજારો જોવાલાયક હતો.

ભારતીય રમતવીરોનું માર્ચ

ભારતીય રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં ભારતીય રમતવીરો દ્વારા તિરંગા સાથે માર્ચ કરવામાં આવ્યું હતું.

ભારતીય રમતવીરોનું માર્ચ

ભારતીય રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં ભારતીય રમતવીરો દ્વારા તિરંગા સાથે માર્ચ કરવામાં આવ્યું હતું.

ભારતીય રમતવીરોનું માર્ચ

ભારતીય રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં ભારતીય રમતવીરો દ્વારા તિરંગા સાથે માર્ચ કરવામાં આવ્યું હતું.

ભારતીય રમતવીરોનું માર્ચ

ભારતીય રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં ભારતીય રમતવીરો દ્વારા તિરંગા સાથે માર્ચ કરવામાં આવ્યું હતું.

ભારતીય રમતવીરોનું માર્ચ

ભારતીય રમતવીરોનું માર્ચ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહમાં ભારતીય રમતવીરો દ્વારા તિરંગા સાથે માર્ચ કરવામાં આવ્યું હતું.

રંગારંગ કાર્યક્રમ

રંગારંગ કાર્યક્રમ

17માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમરોહના રંગારંગ કાર્યક્રમની શરૂઆત આતિશબાજી સાથે કરવામાં આવી હતી. ત્યારે નજારો જોવાલાયક હતો.

English summary
India startes with gold and bronze medal in Incehon Asian games.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X