For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનની 26 રનથી શાનદાર જીત,પંજાબ ખરાબ રીતે હાર્યું

|
Google Oneindia Gujarati News

પુણેના સહારા સ્ટેડિયમમાં કાલે થઇ રાજસ્થાન રોયલ અને કિંગ પંજાબ વચ્ચે આઇપીએલ 8 ની ત્રીજી મેચ. મેચની પહેલા કિંગ પંજાબથી લોકોને હતી મોટી આશ. પણ શરૂઆતમાં જ રાજસ્થાન રોયલે કર્યો 162 રનનો ખડકલો.

એટલું જ નહીં રાજસ્થાન રોયલની શાર્પ બોલિંગે આ મેચને છેલ્લે છેલ્લે એક તરફી બનાવી દીધી. અને ફાઇનલી રાજસ્થાન રોયલે પંજાબને 26 રને હરાવી જીત પોતાના માથે લઇ લીધી.

ત્યારે કાલની આ મેચની કેટલીક ખાસ તસવીરો જુઓ આ સ્લાઇડરમાં

રિચીને કરાયા યાદ

રિચીને કરાયા યાદ

પુણેમાં રમાયેલી આ મેચની શરૂઆતમાં જાણીતા ક્રિકેટર અને કોમેન્ટેટર રિચી બેનોને, સ્ટેડિયમમાં એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાજંલિ અપાઇ.

રાજસ્થાન રોયલની ભવ્ય શરૂઆત

રાજસ્થાન રોયલની ભવ્ય શરૂઆત

રાજસ્થાન રોયલના સ્ટીવન સ્મિથ (33રન) અને જેમ્સ ફોકનરે (46 રન) રાજસ્થાન રોયલની ભવ્ય શરૂઆત કરી. તેની સરસ બેટિંગના લીધે રાજસ્થાન રોયલ પંજાબને 162 રનનો, સારો લક્ષ આપી શકી.

બિન્નીની વિકેટ

બિન્નીની વિકેટ

પંજાબના મિશેલ જોહન્સને સ્ટુઅર્ટ બિન્નીની વિકેટ ઝડપી. રાજસ્થાનના સ્ટુઅર્ટ બિન્ની 13 રન કરીને સ્ટેડિયમ ભેગા થયા.

પંજાબે કર્યો ટ્રાય

પંજાબે કર્યો ટ્રાય

રાજસ્થાન દ્વારા 162 રનનો ખડકલો થયા બાદ પંજાબ બેટિંગ પર ઉતર્યું. જેમાં મુરલી વિજયે 37 રન સાથે એક સારી શરૂઆત કરી.

પ્રિંટી કર્યું ચીયર્સ

પ્રિંટી કર્યું ચીયર્સ

કિંગ ઇલેવન પંજાબની માલિકીન પ્રિંટી ઝિન્ટાએ પોતાની ટીમને કરી ભરપૂર ચીયર્સ. પણ તેની આ ચીયર્સ પંજાબને જીતાડી ના શકી.

પંજાબની હાર

પંજાબની હાર

વિરેન્દ્ર સિંહ સહેવાગ ઝીરો રને આઉટ થયો એટલું જ નહી જોનસન અને અનુરીત સિંહ પણ ઝીરો રન કરીને આઉટ થઇ ગયા. પંજાબના એક પછી એક ખેલાડીઓ ફટાફટ આઉટ થતા છેવટે પંજાબને રાજસ્થાનથી 26 રને હારવું પડ્યું.

English summary
Ipl 8: Rajasthan royals beat punjab by 26 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X