For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી અમદાવાદમાં કબડ્ડી વિશ્વકપનો પ્રારંભ

|
Google Oneindia Gujarati News

આજથી અમદાવાદમાં કબડ્ડી વિશ્વ કપનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે ભારતની ટીમ સાઉથ કોરિયાની ટીમ સાથે જંગે ચઢશે. નોંધનીય છે કે આ કાર્યક્રમનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવશે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

વિશ્વકપમાં ભાગ લેનારી તમામ 12 ટીમના સુકાનીઓએ વિશ્વભરમાં આ રમતને વધારે લોકપ્રિય બનાવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇરાન, પોલેન્ડ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ કોરિયા, જાપાન, આર્જેન્ટિના તથા કેન્યાની ટીમો ભાગ લઇ રહી છે.

પાક. આમંત્રણ નહીં

પાક. આમંત્રણ નહીં

નોંધનીય છે કે સરહદ ઉપર વધી રહેલા તનાવના કારણે ભારતની પરંપરાગત હરીફ પાકિસ્તાનને આ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે આમંત્રણ નથી આપ્યું.

વિશ્વ સ્તરે લોકપ્રિયતા

વિશ્વ સ્તરે લોકપ્રિયતા

અમદાવાદમાં ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના (આઇકેએફ) પ્રમુખ જનાર્દનસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે "વિશ્વ સ્તરે કબડ્ડીને લોકપ્રિય બનાવવા માટે આ વર્લ્ડ કપ મહત્વપૂર્ણ સાબિત થશે.

6-6ના ગ્રુપ

6-6ના ગ્રુપ

કબડ્ડી વર્લ્ડકપમાં 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વેચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના જ્યારે ગ્રુપ-Bમાં ઇરાન, થાઇલેન્ડ, જાપાન, યુએસએ, પોલેન્ડ અને કેન્યાનો સમાવેશ થાય છે.

કબડ્ડી વર્લ્ડકપ

કબડ્ડી વર્લ્ડકપ

નોંધનીય છે કે આ તમામ મુકાબલા રાત્રે 8થી રાત્રે 9 કલાકે રમાશે. ભારતીય ટીમની કમાન અનુપ કુમારને સોપવામાં આવી છે. 7 ઓક્ટોબરે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચથી 2016 કબડ્ડી વર્લ્ડકપનો પ્રારંભ થશે.

English summary
The Kabaddi World Cup 2016 is all set to begin here on Friday (October 7), as defending champions and hosts India will kick-off kabaddi extravaganza with their inaugural match against South Korea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X