For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NSFમાં સરકારી કર્મચારીઓ અને મંત્રીઓની નિમણૂક થઇ શકશે નહીં

ખેલ વિભાગની સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ(નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન - NSF)માં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓની નિમણૂક કરી શકાશે નહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ખેલ વિભાગની 9 સભ્યોની સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ(નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન - NSF)માં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓની નિમણૂક કરી શકાશે નહીં. બીસીસીઆઇના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા સમિતિની રચના કરવામાં આવી હતી, જેના સૂચનોને ધ્યાનમાં રાખીને સમિતિએ આ નિર્ણય લીધો છે. ખેલ વિભાગની 9 સભ્યોની સમિતિની રચના રાષ્ટ્રીય ખેલ સંહિતા ફરીથી તૈયાર કરવા માટે થઇ હતી.

justice lodha

આ સમિતિ દ્વારા એનએસએફમાં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓને પદ આપવા પર રોક લગાવવામાં આવી છે. આ સાથે જ પદધારક માટે ઉંમર મર્યાદા અને કાર્યકાળ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.

English summary
Central Governmet Committee takes a drastic decision across the sports bodies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X