For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હીલીને પછાડીને વિશ્વનો ચોથો સૌથી સફળ વિકેટકીપર બન્યો ધોની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બ્રિસબેન, 19 ડિસેમ્બર: અત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર કિસ્મત અને ઉપરવાળો મહેરબાન છે ત્યારે તે રેકોર્ડ પર રેકોર્ડ બનાવતાં જાય છે. જ્યાં બ્રિસબેન ટેસ્ટની કેપ્ટનશિપ કરીને મહેન્દ્ર સિંહએ ટીમ ઇન્ડિયાની વિદેશી પ્રવાસ પર સૌથી વધુ કેપ્ટનશિપવાળા ખેલાડીનો રેકોર્ડ પોતાના નામે કરી દિધો છે તો બીજી તરફ ગુરૂવારે તેમણે ઓસ્ટ્રેલિયાના ઇયાન હીલી (682 શિકાર)ને પછાડી વિશ્વના સૌથી ચોથા સફળ વિકેટકીપરનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ આ રેકોર્ડ બ્રિસબેન ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાઇ ઓપનર બેસ્ટમેન ક્રિસ રોજર્સનો કેચ લીધા બનાવ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ, વનડે અને ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધી 629 વિકેટ ઝડપી છે. તેમાંથી 496 કેચ, 133 સ્ટમ્પ સામેલ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઇયાન હીલીએ 628 વિકેટ લીધી છે.

તમને જણાવી દઇએ કે વિશ્વના સૌથી સફળ ટેસ્ટ વિકેટકીપર દક્ષિણ આફ્રીકાના માર્ક બાઉચર છે જેમણે 998 વિકેટ લીધી છે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા એડમ ગિલક્રિસ્ટ (905) અને શ્રીલંકાના કુમાર સંગકારા (652)નો નંબર આવે છે.

ms-dhoni-600

ચોથા સૌથી સફળ વિકેટકીપર બન્યા મિસ્ટર ધોની
એકદિવસીય વિકેટકીપરોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ચોથા અને ગિલક્રિસ્ટ (472) પ્રથમ ક્રમ પર છે. જ્યારે ટી-20માં મહેન્દ્ર સિંહ ધોની ચોથા અને પાકિસ્તાનના કામરાન અકમલ (60) પ્રથમ સ્થાન પર છે.

આવો નજર કરીએ ધોનીના વિકેટકીપિંગ રેકોર્ડ પર એક નજર
1. 89 ટેસ્ટ મેચોમાં 281 વિકેટ (244 કેચ, 37 સ્ટમ્પ)
2. 250 એકદિવસીય મેચોમાં 312 વિકેટ (227 કેચ અને 85 સ્ટમ્પ)
3. ટી-20માં 36 વિકેટ (25 કેચ અને 11 સ્ટમ્પ)

English summary
MS Dhoni became India’s most capped Test wicket-keeper when he took to the field during the second Test between Australia and India at the Gabba, Brisbane.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X